મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં રેફ્રિજરેશનની દુકાનની બારીના સળિયાને તોડીને 1.80 લાખના કોપર વાયરની ચોરી


SHARE









મોરબીમાં રેફ્રિજરેશનની દુકાનની બારીના સળિયાને તોડીને 1.80 લાખના કોપર વાયરની ચોરી

મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ આઈટીઆઈની પાછળના ભાગમાં ડાયમંડ રેફ્રિજરેસન નામની દુકાન બંધ હતી ત્યારે દુકાનની પાછળના ભાગમાં આવેલ બારીના સળિયા તોડી નાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ તસ્કરે દુકાનની અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યાંથી 100 કિલો શુદ્ધ કોપર વાયર તથા અન્ય નાના-મોટા કેબલ વાયરના ટુકડા આમ કુલ મળીને 1.80 લાખ રૂપિયાની કિંમતના કોપર વાયરની ચોરી કરવામાં આવેલ છે જેથી વેપારી યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

હળવદ તાલુકાના સમલી ગામે રહેતા અને એસી રીપેરીંગ તથા વેચાણનું કામ કરતા કૌશિકભાઈ ત્રિભુવનભાઈ પટેલ (42)એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીથી ઘૂટું રોડ ઉપર આઈટીઆઈ કોલેજની પાછળના ભાગમાં પીપળી ગામ તરફ જવાના રસ્તા ઉપર ડાયમંડ રેફ્રિજરેશન નામની તેઓની દુકાન આવેલી છે અને તે દુકાનમાં મોડી રાત્રીના સમયે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા દુકાન બંધ હતી ત્યારે પાછળના ભાગે આવેલ લોખંડની બારીના સળિયા તોડી નાખીને દુકાનની અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ દુકાનમાં રહેલ નવા શુદ્ધ કોપરના વાયરોના ફીંડલા તથા નાના મોટા કોપર વાયર ના ટુકડા મળીને 100 કિલો જેટલા કોપર વાયરની ચોરી કરવામાં આવેલ છે જેની કુલ કિંમત 1.80 લાખ રૂપિયા થાય છે જેથી કરીને ભોગ બનેલ વેપારી યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News