તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ પાસે રોંગ સાઇડમાં આવેલ બોલેરોના ચાલકે રિક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત


SHARE









મોરબીના નીચી માંડલ પાસે રોંગ સાઇડમાં આવેલ બોલેરોના ચાલકે રિક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત

મોરબીના નીચી માંડલ ગામ પાસેથી યુવાન રિક્ષા લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની રિક્ષાને રોંગ સાઈડમાં બોલેરો ગાડી લઈને આવેલા શખ્સે હડફેટે લીધી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં રિક્ષાચાલકને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભ મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે બોલેરો ગાડીને ચાલાક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના નીચી માંડલ ગામે રહેતા દિલીપભાઈ રામજીભાઈ ચૌહાણ (35) એ હાલમાં બોલેરો ગાડી નંબર જીજે 10 ટીએક્સ 9073 ના સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, નીચી માંડલ ગામ પાસેથી ફરિયાદીના નાના ભાઈ રાહુલ રામજીભાઈ ચૌહાણ (25) પોતાની સીએનજી રીક્ષા નંબર જીજે 36 યુ 5543 લઈને મોરબી તરફ જઈ રહ્યા હતા દરમિયાન સિમોલો સીરામીક કારખાના પાસે સવારે પાંચ વાગ્યાના અરસામાં બોલેરો ગાડીના ચાલકે રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવીને ફરિયાદીના ભાઈની રીક્ષાને હડફેટે લીધી હતી અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદીના ભાઈને માથા તથા શરીરે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

પરણીતાને પતિ અને સાસુ દ્વારા શારીરિક માનસિક ત્રાસ 

મોરબીમાં જેલ રોડ ઉપર આવેલ બોરીચાવાસમાં માવતરના ઘરે રહેતી પરણીતા મિલનબેન હિતેશભાઈ કરંગીયાએ હાલમાં મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ હિતેશભાઈ ઉર્ફે જીતુ અરજણભાઈ કરંગીયા અને સાસુ મણીબેન અરજણભાઈ કરંગીયા રહે. બંને ન્યુ નવાનગર સુભાષ પાર્ક પાસે રણજીતસાગર રોડ જામનગર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યૂ છે કે, પતિ અને સાસુ દ્વારા અવારનવાર નાની-નાની બાબતોમાં હેરાન પરેશાન કરીને શારીરિક માનસિક ત્રાસ દેવામાં આવતો હતો જેથી હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News