મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સેવાસદનમાં કંડમ થયેલા વાહનો હાલ પાર્કિંગમાં પડેલ છે તેનો નિકાલ કરવા માંગ


SHARE









મોરબી જિલ્લા સેવાસદનમાં કંડમ થયેલા વાહનો હાલ પાર્કિંગમાં પડેલ છે તેનો નિકાલ કરવા માંગ

મોરબીના જાગૃત નાગરીક અને અન્ન અને નાગરીક પુરવઠા શાખાના પુર્વ સલાહકાર પી.પી.જોષીએ જીલ્લા કલેકટરને રજૂઆત કરીને સેવાસદનમાં કંડમ થયેલા વાહનો હાલ પાર્કિંગમાં પડેલ છે તેનો નિકાલ કરવા માંગ કરેલ છે

હાલમાં જિલ્લા તથા તાલુકા સેવા સદનમાં સરકારી કંડમ થયેલા વાહનોનો નિકાલ કરવો જરૂરી છે.કારણ કે અહિંયા આવતા અરજદારોને પોતાનું વાહન કયા રાખવું ? તે મોટો પ્રશ્ન છે.જયા વાહન પાર્કિંગ અરજદારો માટે છે તેમજ મુલાકાતીઓ માટે છે તે પાર્કિંગમાં હાલમાં સરકારી વાહનો જે કંડમ થયેલા છે તે પડયા છે તે બીન જરૂરી જગ્યા રોકે છે. જેથી આ વાહનનો અન્યત્ર ખસેડી અથવા નિયમ અનુસાર નિકાલ કરવો જરૂરી છે.આ બાબતે અગાઉ કલેકટર કે.બી.ઝવેરીને રજુઆત કરેલ પણ કોઈ પરીણામ આવેલ નથી અને સરકારી વાહનો લાખો રૂપિયાનું બીન જરૂરી સડે છે તેના કારણે પ્રજાને પોતાના વાહનો રાખવા માટે ધણી તકલીફ પડે છે.તો આ બાબતે વાહનોનો નિકાલ કરી નિયમઅનુસાર કાર્યવાહી કરવો જોઇએ.પી.પી.જોષીના જણાવ્યા મુજબ જાત તપાસમાં ૯ થી ૧૦ જેટલા વાહનો પડેલા છે.જે કંડમ હાલતમાં હોય તેનો યોગ્ય નિકાલ કરવો જોઇએ.




Latest News