મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે


SHARE









મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે

મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન રસીકરણથી અટકાવી શકાય તેવા રોગો (VPD), ખાસ કરીને ઓરીના કેસોની ચિંતાજનક સ્થિતિને ધ્યાને રાખીને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા વિશેષ સઘન રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. મોરબી જિલ્લામાં રસીકરણથી વંચિત રહી ગયેલા બાળકોને સંપૂર્ણપણે સુરક્ષિત કરવાના ઉદ્દેશથી આગામી તા. ૧૭થી ૨૨ દરમિયાન આ ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સઘન ઝુંબેશ અંતર્ગત તા. ૧૭ ઓક્ટોબરના રોજ સિરામિક ફેક્ટરીઓ અને વાડી વિસ્તારોમાં ઉત્તર પ્રદેશ, બિહારથી આવતી માઈગ્રન્ટ વસ્તીના ૯ માસથી ૧૦ વર્ષ સુધીના રસીથી વંચિત બાળકો માટે 'સિરામિક સ્પેશ્યલ ડ્રાઈવ' યોજાશે. તા. ૧૮ ઓક્ટોબરે જિલ્લા હોસ્પિટલ, પેટા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સી.એચ.સી. અને પી.એચ.સી. ખાતે ખાસ 'ફિક્સ્ડ ડે સેશન' યોજાશે. જ્યારે તા. ૨૧ ઓક્ટોબર (મમતા દિવસ) ના રોજ તમામ આઉટ-રીચ વિસ્તારોમાં સઘન કામગીરી તથા તા. ૨૨ ઓક્ટોબરે ચોથા ગુરુવાર નિમિત્તે માઈગ્રન્ટ વિસ્તારોમાં ખાસ રસીકરણ ડ્રાઈવ હાથ ધરાશે. મોરબી જિલ્લાનું એક પણ બાળક રસીકરણથી વંચિત ન રહે તે અર્થે તમામ વાલીઓને પોતાના બાળકોને એમ.આર. (MR) ની રસી અપાવી સુરક્ષિત કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પવનકુમાર શ્રીવાસ્તવ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.




Latest News