મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઓફિસમાં જુગાર રમતા છ ઝડપાયા, 1.04 લાખની રોકડ કબજે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવનભાઈ રબારીના પુત્રના જન્મદિવસની સેવાકાર્ય દ્વારા ઉજવણી મોરબીમાં કારખાનેદારે કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબી મનપામાં ધારાસભ્યોની હાજરીમાં કમિશનરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી મોરબીમાં વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખે ટીબીના 200 દર્દીઓને પોષણ યુક્ત રાશન કીટનું વિતરણ કર્યું મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ 2 મહિલા સહિત 6 આરોપી જેલ હવાલે વાંકાનેરના ધારાસભ્યની રજૂઆતથી 10.10 કરોડના ખર્ચે 4 રોડના કામ મંજુર મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી નિમિતે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ઓક્ટોબરમાં યોજાનાર ફૂટબોલ સ્પર્ધા માટે ટીમની ૧૯ સપ્ટેમ્બરે કરશે પસંદગી


SHARE

















મોરબી જિલ્લામાં ઓક્ટોબરમાં યોજાનાર ફૂટબોલ સ્પર્ધા માટે ટીમની ૧૯ સપ્ટેમ્બરે કરશે પસંદગી

મોરબી જિલ્લામાં ઓક્ટોબર મહિનામાં યોજાનાર ફૂટબોલ સ્પર્ધા માટે જિલ્લાના સિનિયર ભાઈઓની ટીમની ૧૯ સપ્ટેમ્બરે પસંદગી થનાર છે. આથી સિલેક્શનની ટ્રાયલ માટે ફૂટબોલમાં માહિર ખેલાડીઓને ત્યાં હાજર રહેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

આગામી ઓક્ટોબર માસમાં સિનિયર ડિસ્ટ્રીક્ટ ભાઈઓની ફૂટબોલ સ્પર્ધા રાજકોટમા રમાવવાની છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લા ફૂટબોલ એસો. દ્વારા મોરબી જિલ્લાની સિનિયર ભાઈઓની ફૂટબોલ ટીમનુ સિલેક્શનની ટ્રાયલ ૧૯ સપ્ટેમ્બરને રવિવારે સવારે ૯ કલાકે ગ્રિન વેલી ઈન્ટરનેશનલ સ્કૂલ લજાઈ ચોકડી, ખાતે રાખવાં આવેલ છે અને ફૂટબોલ સ્પર્ધામાં ભાગ લેવા માટે મોરબી જિલ્લાના કોઈ પણ ફૂટબોલ ખેલાડીઓ કે જેઓ ૩૧ ડિસેમ્બર ૨૦૦૪ અથવા તેની પહેલાં જન્મેલા હોય તેવા ખેલાડીઓ આ સિલેક્શન ટ્રાયલમા ભાગ લઈ શક્શે. અને ખેલાડીએ આધાર કાર્ડ સાથે રાખવાનું છે તેમજ પુરી ફૂટબોલ કીટ સાથે આવવાનું છે અને સિલેક્શન ટ્રાયલ માટે મુસ્તાક સુમરા- ૯૯૨૪૧ ૯૨૯૨૬ અને અમિત શિયાળિયા- ૭૦૧૬૪ ૭૩૪૫૭ નો સંપર્ક કરવાનો રહેશે




Latest News