મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળીયા (મી) પાલિકાના ભાજપના માજી સભ્ય કમળને રામ રામ કરીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા


SHARE





માળીયા (મી) પાલિકાના ભાજપના માજી સભ્ય કમળને રામ રામ કરીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા

મોરબી જિલ્લાના ભાજપના સક્રિય કાર્યકર અને માળીયા નગરપાલિકાના ભાજપના પૂર્વ કાઉન્સિલર તેમજ શહેર ભાજપના પૂર્વ મહામંત્રી અને સામાજિક આગેવાન યુવા નેતા આમીનભાઈ ભટ્ટીએ ભાજપ સાથે છેડો ફાડીને પંજાનો હાથ પકડી લીધેલ છે અને મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાના હસ્તે ખેસ પહેરીને રાષ્ટ્રહિતની વિચારધારા સાથે વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયેલ છે. ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કીશોરભાઈ ચીખલીયાએ જણાવ્યુ હતું કે, આગામી સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ વધુ મજબૂતાઈ સાથે લોકહિતના પ્રશ્નોને વેગ આપશે અને જનતા વચ્ચે સક્રિયપણે કાર્ય કરશે. અને ખાસ કરીને યુવાનોને વધુમાં વધુ તક આપીને પક્ષને મોરબી જીલ્લામાં વધુ મજબૂત બનાવવામાં આવશે.




Latest News