માળીયા હળવદ હાઇવે રોડ ઉપરથી 6672 બોટલ દારૂ ભરેલ ટ્રક સાથે એક ઝડપાયો, 40.16 લાખનો મુદ્દામાલ કબજે: માલ મોકલાવનાર-મંગાવનાર સહિતનાઓને પકડવા તજવીજ શરૂ ટંકારાના ખાખરા ગામેથી 45 બોટલ દારૂ સાથે એક ઝડપાયો: મોરબીમાંથી દારૂની 7 બોટલ સાથે એક પકડાયો મોરબીમાં આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ: ફૂલછાબ કોલોનીમાં જાહેરમાં જુગાર રમતા ચાર પકડાયા હળવદના રાયસંગપર ગામ પાસે ડબલ સવારી બાઈક સ્લીપ થતા એકનું મોત: એકને ઇજા મોરબીના સાદુળકા ગામ પાસે નવા બનતા કારખાનામાં તોડફોડ કરીને 3.5 લાખનું નુકસાન: 1.75 લાખના કોપર વાયરની ચોરી મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર કાર ચાલકે બાઈકને હડફેટે લેતા હાથ કપાઈ જવાથી આધેડનું મોત મોરબીના ઘુટુ ગામ નજીક કારખાનામાં ગેરકાયદેસર પ્રવેશ કરનારા શખ્સોને રોકનાર સિક્યુરિટી ગાર્ડ ઉપર ધારદાર પતરા વડે જીવલેણ હુમલો, ચાર સામે ફરિયાદ મોરબી શહેર અને વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના જુદા જુદા બનાવમાં કુલ ત્રણ વ્યક્તિઓના મોત
Breaking news
Morbi Today

વાંકાનેરની જોગજતી હનુમાન ગુફા ખાતે રણછોડદાસ બાપુની પુણ્યતિથિ ઉજવાશે


SHARE













વાંકાનેરની જોગજતી હનુમાન ગુફા ખાતે રણછોડદાસ બાપુની પુણ્યતિથિ ઉજવાશે

મારૂતિ યજ્ઞ, મહાપ્રસાદ, સંતવાણી સહિતના કાર્યક્રમોનું આયોજન

 

દર વર્ષે ૨૫ હજારથી વધારે ભક્તોને પંગતમાં બેસાડી શુધ્ધ ઘી ના લાડુ રોટલી દાળ ભાત શાક જમાડવામાં આવે છે.

વાંકાનેર શહેરમાં આવેલ જોગજતી હનુમાનજીની ગુફા રામ ટેકરી ધમલપર-૨ ખાતે શ્રી શ્રી ૧૦૦૮ ગુરુદેવ શ્રી રણછોડદાસબાપુની દર વર્ષની માફક ૪૦ મી પુણ્યતિથીની ઉજવણી કરવામાં આવનાર હોય જેમાં શહેર તથા તાલુકાના તેમજ ગુજરાતભરમાંથી સેવકો અને શ્રધ્ધાળુઓ દર્શનાર્થે મોટી સંખ્યામાં આવે છે. ઉજવણીની તડામાર તૈયારીઓ પૂર્ણતાના આરે પહોંચી ગઈ છે જેમાં દર વર્ષની માફક આગામી સવંત ૨૦૮૨ ફાગણ વદ ૧ (એકમ) ને તા. ૪.૩.૨૦૨૬ ને બુધવારના રોજ ૨૫ હજારથી વધારે ભક્તો દર્શનાર્થે આવે છે જે તમામ માટે ૩૦૦ કિલો શુદ્ધ ધી માંથી લાડુ બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે સાથે જ અન્ય પુરવઠો અનાજ , બટેટા , દાળ ભાત સહિતનો અન્નનો પુરવઠો તેમજ દર્શનાર્થીઓને ભોજન પ્રસાદ માટે ફરજિયાત ભારતીય પરંપરા મુજબ પંગતમાં બેસાડી સ્વયં સેવકો દ્વારા પીરસવામાં આવે છે. ૨૫ હજાર લોકોને જમાડવા માટે મોટી સંખ્યામાં સ્વયં સેવકો ખડે પગે સેવામાં લાગી જાય છે. સાથે તમામ લોકોને પીવા માટે મિનરલ પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. દરેક ભક્તોને ગરમા ગરમ રસોઈ જમાડવાનો ઇતિહાસ સર્જાય છે અને કોઈ જ પ્રકારની અફડતફડી નહિ સ્વયં શિસ્તનું પાલન કરાય છે.

સવંત ૨૦૮૨  ફાગણ વદ ૧ (એકમ) ને તા. ૪.૩.૨૦૨૬ ને બુધવારના રોજ શ્રી શ્રી ૧૦૦૮ ગુરુદેવ શ્રી રણછોડદાસબાપુની ૪૦ મી પુણ્યતિથીની ઉજવણી પ્રસંગે જોગજતી હનુમાનજી સમિતિ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે જેમાં સવારે ૮ વાગ્યે વિષ્ણુ યજ્ઞ શરૂ થશે જેમાં શ્રધ્ધાળુઓ ભાવ પૂર્વક આહુતિઓ અર્પણ કરશે જે સાંજે ૪.0૦ વાગ્યે યજ્ઞમાં બીડું હોમાશે સાથે જ યજ્ઞની પૂર્ણાહુતિ થશે. બાદમાં સાંજે ૬:00 વાગ્યાથી મહાપ્રસાદની શરૂઆત થશે.પુણ્યતિથિની પૂર્વ સંધ્યાએ સ્થાનિક સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે જેમાં વાંકાનેર (નવાપરા)નું ભજનીક મંડળ જેમાં મગનભાઈ ઝીંઝવાડીયા તથા નામી અનામી ભજનીક, ઉસ્તાદ રાજુભાઈ ડાંગરીયા તથા કિશોરભાઈ ડાંગરીયા રજૂ કરશે જ્યારે તા. ૪ ના રોજ રાત્રીના ૧૦ વાગ્યાથી ભજનના આરાધક દલસુખ પ્રજાપતિ , કિશોર વાઘેલા, ભાવેશ પટેલ સુરીલા સ્વરે સંતવાણી જમાવશે સાથે જ બેંઝા માસ્ટર પંકજ સોઢા તેમજ તબલાં વાદક એકકા ઉસ્તાદ તથા અબ્દુલ ઉસ્તાદ પોતાની કળા પીરસશે. આયોજનને સફળ બનાવવા શ્રી જોગજતી ગ્રુપના સેવકો દિવસ રાત જહેમત ઉઠાવી રહ્યા છે.

વાંકાનેરમાં વીસીપરા ધમલપર રોડ પર આવેલ સુપ્રસિધ્ધ જોગજતી હનુમાન ગુફા ખાતે સદગુરૂદેવ 1008 પૂ.રણછોડદાસજી બાપુની 40મી પુણ્યતિથિ આગામી તા.4/3ને બુધવારના રોજ અનેકવિધ કાર્યક્રમ થકી ઉજવાશે.કાર્યક્રમના પ્રારંભે ગુરૂદેવના પાદુકા પુજન, મહા મારૂતી યજ્ઞ, ભોગદર્શન, બાદ તમામ શિષ્ય પરિવારો માટે મહાપ્રસાદ, સંતવાણી સહીતના અનેકવિધ કાર્યક્રમો યોજાશે. બાપુની 40મી પુણ્યતિથિ ઉજવવા શિષ્ય પરિવારોમાં અનેરો; થનગનાટ જોવા મળી રહ્યો છે. સમગ્ર ગુફા તથા બાપુના સ્મૃતિ મંદિરને રોશનીનો શણગાર કરવામાં આવેલ છે.આ દિવ્ય અવસરના પ્રારંભે તા.4ને બુધવારે સવારે 8 કલાકે મારૂતી યજ્ઞ યોજાશે જેમાં સાંજે 4-30 કલાકે બીડુ હોમાશે ત્યારબાદ સાંજે 6 કલાકથી દરેક શિષ્ય પરિવારો માટે મહાપ્રસાદનું ભવ્ય આયોજન સેવકગણ તરફથી કરવામાં આવેલ છે જેમાં હજારો શિષ્ય પરિવાર મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવશે. ત્યારબાદ રાત્રે નવ કલાકથી અલૌકીક સંતવાણીનો પ્રારંભ થશે જેમાં નામાંકીત કલાકારો દલસુખ પ્રજાપતિ, કિશોર વાઘેલા, ભાવેશ પટેલ, પંકજ સોઢા, એકકા ઉસ્તાદ તથા અબ્દુલ ઉસ્તાદ સહીતના કલાકારો તેમની કલા પીરસશે તો દરેક ભાવિક ભકતજનોએ સંતવાણીનો લાભ લેવા સેવકગણ પરિવાર તરફથી જણાવાયું છે.સમગ્ર કાર્યક્રમમાં જોગજતી મંડપ, ક્રિષ્ના ડેકોરેશન તથા રામદેવ ડીજે સાઉન્ડ નિ:સ્વાર્થ ભાવે સેવા આપશે. આ કાર્યક્રમનું જોગજતી હનુમાનજી ગુફાની જગ્યા, રામ ટેકરી, ધમલપર-2 (તા.વાંકાનેર) ખાતે યોજાશે.






Latest News