મોરબીમાં સર્જનથી સમૃદ્ધિ થીમ આધારિત સ્વદેશી મેળો પ્રભારી મંત્રી-રાજ્ય મંત્રીના હસ્તે ખુલ્લો મૂક્યો મોરબી સબજેલ માટે 2 ધારાસભ્યો સહિત 6 સભ્યોની સલાહકાર સમિતિની રચના કરાઇ મોરબીના 105 વર્ષીય કેસરબેનની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા પરિવારે આપી વાજતે-ગાજતે અંતિમ વિદાય મોરબીના વેજલપર ગામે ઝેરી દવા પી જતા યુવક-યુવતી સારવારમાં મોરબી જીલ્લામાં બે સ્થળે ખાણ ખનીજ વિભાની ટીમ ત્રાટકી: 1.40  કરોડનો મુદામાલ સીઝ મોરબીમાં દિવ્યાંગ લગ્નસહાય યોજના દિવ્યાંગજનો માટે બની આશીર્વાદ-આર્થિક સહારો મોરબી જીલ્લામાં સ્પે. ખેલ મહાકુંભ-૨૦૨૬માં ભાગ લેવા દિવ્યાંગ ખેલાડીઓને અનુરોધ મોરબીના કલેકટર દ્વારા બેલા(આ.) ગામની ગ્રામ પંચાયતની દફતર તપાસણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે


SHARE







મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે

મોરબીની ડાન્સિંગ સેલિબ્રિટી અદિતિ દેસાઈ અને હિયા હિરાણી નેશનલ ટીવી ઉપર પર્ફોમ કરશે જે મોરબીવાસીઓ માટે ગૌરવની વાત છે.બાળ ડાન્સર તરીકે રાષ્ટ્રીય કક્ષાએ પોતાની કલાના કામણ પાથરવા સાથે મોરબીનું નામ રોશન કરનાર આ બન્ને બાળ ડાન્સરો આગામી તા.૮ માર્ચના રોજ સવારે ૫:૩૦ વાગ્યે & TV HD, Zee 5 અને jio TV ચેનલ ઉપર પર્ફોમન્સ રજુ કરશે.

આ બન્ને દિકરીઓ મોરબીની સોનિક ડાન્સ એકેડેમીની વિધાર્થિનીઓ છે. અદિતિ દેસાઈ અને હિયા હિરાણીનું India's greatest Talent Show માં નૃત્ય પ્રસારીત થવાનુ છે.જે શો જયપુરમાં યોજાયો હતો.અને તેમાં બન્ને દિકરીઓએ પહેલો નંબર પ્રાપ્ત કરી વિનર જાહેર થઇ હતી. તેઓની આ સિધ્ધીથી તેઓએ સોનિક ડાન્સ એકેડેમીના ડાન્સ ગુરૂ રૂપલબેન દેસાઈ, પોતાના પરિવાર અને સમગ્ર મોરબીનું ગૌરવ વધારેલ છે.




Latest News