મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કાલે શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે ડૉ. ચિન્મય ત્રિવેદી દ્વારા ઓર્થોપેડિક્સ-હાડકાંના સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો મોરબીમાં નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે સાયબર સેફટી બાબતે ડીવાયએસપીની હાજરીમાં વિશેષ કાર્યક્રમ યોજાયો મોરબીના સિરામિક એસો.ના પ્રમુખો તેમજ ઉદ્યોગકારોએ કર્યું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાનું સન્માન મોરબીમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ઠાકોરજીની અદભૂત અને અવિસ્મરણીય શોભાયાત્રા યોજાઇ મોરબી નજીકથી ઇકો કારમાંથી 1.94 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 4.09 લાખના મુદામાલ સાથે એક પકડાયો મોરબીના કુબેરનગર પાસે બાઈક સાથે બાઈક અથડાતા પિતા-પુત્રી સારવારમાં મોરબીના લક્ષ્મીવાસ ગામે કલેક્ટરની હાજરીમાં રાત્રિ સભા યોજાઈ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક ચાલીને રોડ ક્રોસ કરતા વૃદ્ધને બોલેરોના ચાલકે હડફેટે લેતા અકસ્માત


SHARE









વાંકાનેર નજીક ચાલીને રોડ ક્રોસ કરતા વૃદ્ધને બોલેરોના ચાલકે હડફેટે લેતા અકસ્માત

વાંકાનેર મોરબી હાઇવે રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાની ઓફિસ સામેથી વૃદ્ધ પગપાળા ચાલીને રોડ ક્રોસ કરતા હતા દરમિયાન બોલેરો ગાડીના ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં વૃદ્ધને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે ઇજા પામેલા વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરના વીસીપરામાં દૂધની ડેરીની સામેના ભાગમાં રહેતા સુરેશભાઈ રામજીભાઈ ધરજીયા (52)એ બોલેરો ગાડી નંબર જીજે 36 વી 4672 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે, વાંકાનેર મોરબી હાઇવે રોડ ઉપર આવેલ જસદણ સીરામીકની ઓફિસ સામેથી તેઓના પિતા ચાલીને રોડ ક્રોસ કરતા હતા ત્યારે બોલેરો ગાડીના ચાલકે તેઓને હડફેટે લીધા હતા જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદીના પિતાને શરીરે ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માત સર્જીને બોલેરો ગાડીનો ચાલક સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય હાલમાં ભોગ બનેલ વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

યુવાન સારવારમાં

મોરબીના મક્નસર ગામ પાસે આવેલ પ્રેમજીનગરમાં રહેતા કાંતિભાઈ મેરૂભાઈ ઝાલા (35) નામના યુવાને કોઈ કારણસર પોતે પોતાની જાતે શરીર ઉપર બ્લેડ મારી લેતા ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે.




Latest News