જોખમી ચોરી !: ટંકારાના સાવડી ગામ નજીક ચાલુ વીજ લાઇનમાંથી કાપીને 1800 મીટર એલ્યુમિનિયમ વાયર લઈ ગયા મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં વરલી જુગારની પાંચ રેડ હળવદના ચરડવા-ધણાદ ગામે દારૂની જુદીજુદી બે રેડમાં દારૂની 84 બોટલ કબ્જે: એક આરોપી પકડાયો-એકની શોધખોળ વાંકાનેર તાલુકામાંથી 11 લાખના એલ્યુમિનિયમ વાયરની ચોરી કરતી ગેંગના 4 સાગરિત સહિત 5 આરોપી 14.13 લાખના મુદામાલ સાથે પકડાયા: 5ની શોધખોળ મોરબીમાં કાંતિભાઈ અમૃતિયાનુ  સ્વાસ્થ્ય જલ્દીથી સારું થાય તેના માટે મહાકાળી માતાજીના મંદિરે મહાઆરતી યોજાઇ મોરબી નજીકથી દારૂ ભરેલી બોલેરો ઝડપાઇ, 5 લાખનો મુદમાલા કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબી જેટકોમાંથી નિવૃત થતાં પંકજભાઈ ઠાકરનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના મેઘપર ઝાલા ગામે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા ધાર્મિક કાર્યક્રમમાં હાજર રહ્યા
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાંથી 11 લાખના એલ્યુમિનિયમ વાયરની ચોરી કરતી ગેંગના 4 સાગરિત સહિત 5 આરોપી 14.13 લાખના મુદામાલ સાથે પકડાયા: 5ની શોધખોળ


SHARE













વાંકાનેર તાલુકામાંથી 11 લાખના એલ્યુમિનિયમ વાયરની ચોરી કરતી ગેંગના 4 સાગરિત સહિત 5 આરોપી 14.13 લાખના મુદામાલ સાથે પકડાયા: 5ની શોધખોળ

વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપરથી સામથેરવા ગામની વચ્ચે સોલાર અને વિન્ડ વિદ્યુત ઉત્પન્ન કરવાનું કામ કરતી કંપનીના વાયરો ફીટ કરવા માટેની કામગીરી ચાલી રહી છે દરમિયાન જુદા જુદા સમયે કુલ મળીને 3680 મીટર એલ્યુમિનિયમ વાયર જેની કિંમત 11,04,000 થાય છે તેની ચોરી કરી હતી અને 1770 મીટર જેટલા વાયરના કાપીને ટુકડા કરીને 5.31 લાખનું નુકશાન કર્યું હતું જેથી કંપનીના ડિરેક્ટર દ્વારા નોધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં એલસીબીની ટીમે આ ગુનામાં વાયર ચોરી કરનાર ચાર તથા ચોરાઉ માલ લેનાર એમ કુલ પાંચ આરોપીઓની 14.13 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરેલ છે અને આ ગુનામાં પાંચ આરોપીઓને હજુ પકડવાના બાકી છે તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે 
 
રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર અવધ ચોકની બાજુમાં આવેલ રાધા રેસીડેન્સી-2 ખાતે રહેતા જયેશભાઈ મધુભાઈ સાંજવા (39)એ અજાણ્યા શખ્સની સામે ચોરી અને નુકશાનની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું હતું કે તેઓ ઓપેરા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એડિશનલ ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે અને ઓપેરા કંપનીએ ક્લીન મેક્સ એનર્જી સોલ્યુશન લિમિટેડ કંપનીના પેટા કોન્ટ્રાક્ટ રાખી સોલાર બેન્ડથી વિદ્યુત ઉત્પન્નનું કામ વાંકાનેર તાલુકામાં ચાલુ કરેલ છે અને વીજ પરિવહન માટે વઘાસીયાથી સામથેરવા સુધીની વીજ લાઈન નાખવાનું કામ ચાલુ હોય એલ્યુમિનિયમના વાયર જુદાજુદા સમયે કુલ મળીને 3680 મીટર વાયર જેની કુલ કિંમત 11.04 લાખ રૂપિયા થાય છે તેની ચોરી કરવામાં આવી હતી 

તેમજ અલગ અલગ દિવસે કુલ મળીને 1770 મીટર વાયર જેની કિંમત 5,31,000 થાય છે તે એલ્યુમિનિયમ વાયર કાપીને કટકા કરીને નુકસાની કરી તારના કટકા મૂકીને નાસી ગયેલ હતા જેથી કંપનીના ડિરેક્ટર દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી. દરમિયાન એલસીબીની ટીમ દ્વારા વાંકાનેર વિસ્તારમાં ભંગાર લે વેચ નું કામ કરતા ભંગારના ડેલાઓને ચેક કરવામાં આવ્યા હતા ત્યારે રાતીદેવડી બાયપાસ રોડ ઉપર પંચાસર ચોકડી નજીક આવેલ ઇન્ડિયન પ્લાસ્ટિક નામના ભંગારના ડેલામાં ચેક કરવામાં આવતા ત્યાંથી એલ્યુમિનિયમના વાયરનો જથ્થો મળી આવતા પોલીસે પૂછપરછ કરી હતી અને વાયર ચોરીનો ગુનો કર્યો હોવાની આરોપીઓએ કબુલાત આપી હતી

જેથી વાયર ચોરીના આ ગુનામાં હાલમાં પોલીસે કુકાભાઈ ઉર્ફે કુકો મનજીભાઈ ડાભી રહે. વિનયગઢ, શૈલેષભાઈ રમેશભાઈ ગણાદિયા રહે. સતાપર, કરણભાઈ ઉર્ફે સંજય રાજાભાઈ ગણાદિયા રહે. સતાપર અને ભુરાભાઈ માલાભાઈ સરૈયા રહે. હીરાણા તાલુકો થાન તેમજ ચોરાવ માલ લેનાર હુસેનભાઇ વલીમહમદભાઈ કાસમાણી રહે. ચંદ્રપુર વાળાની ધરપકડ કરે છે અને તેઓની પાસેથી 35,000 ની કિંમતમાં 7 મોબાઈલ ફોન એલ્યુમિનિયમ વાયરના 157 ઢાળીયા જેનો કુલ વજન 2650 કિલો અને કિંમત 9,75,200, વાયર કાપવાના બે કટર, બેલ્ટ પટ્ટો, ઈલેક્ટ્રીક ગ્રાઈન્ડર, ઇલેક્ટ્રીક જમ્પર અને બોલેરો ગાડી નંબર જીજે 13 એ ડબલ્યુ 8337 જેની કિંમત 4,00,000 આમ કુલ મળીને 14,13,600 ની કિંમતનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે વધુમાં એલસીબીના પીઆઇ એમ.પી.પંડ્યા પાસેથી મળતી વિગત પ્રમાણે આ ગુનામાં હજુ વિપુલભાઈ રવજીભાઈ મકવાણા રહે. વિનયગઢ, કિશનભાઇ વેલજીભાઈ ધોરીયા રહે. શેખરડી, શામજીભાઈ બચુભાઈ કુંમખાણીયા રહે. સરોડી, જગાભાઈ હેમુભાઇ મકવાણા રહે. વિનયગઢ અને કિશન પ્રેમજીભાઈ ગોરીયા રહે. સતાપર વાળાને પકડવાના બાકી છે તેને પકડવા માટે થઈને તજવીજ ચાલી રહી છે

હાલમાં પકડાયેલા તથા પકડવાના બાકી આરોપીઓ છે તેઓએ છેલ્લા બે મહિના ના સમયગાળા દરમિયાન વાંકાનેર તાલુકાના પાડધરા, ઓળ, માટેલ, સમથેરવા વગેરે વિસ્તારમાં તથા હળવદ તાલુકાના માથક, સાયલા તાલુકાના મોરલ અને મુળી તાલુકાના દુધઈ ગામની સીમ વિસ્તારમાંથી રેકી કરીને વિન્ડ તથા સોલારના થાંભલા ઉપર નવા એલ્યુમિનિયમ ઇલેક્ટ્રીક તાર નાખવાનું કામ ચાલુ હોય ત્યાંથી રાત્રિ દરમિયાન સિક્યુરિટી ન હોય તેવા સ્થળ ઉપર બોલેરો પીકઅપ ગાડીમાં આવીને એલ્યુમિનિયમ વાયરને કાપીને તેની ચોરી કરી હતી અને આ ચોરાઉ મુદ્દામાલ વાંકાનેર તથા થાન વિસ્તારના ભંગારના ડેલાઓને વેચીને ભઠ્ઠીમાં ગળાવીને એલ્યુમિનિયમના ઢાળિયા બનાવી વેચી નાખીને આર્થિક લાભ મેળવ્યો હોવાનું સામે આવ્યું છે હાલમાં લાખો રૂપિયાની કિંમતમાં વાયરની ચોરીનો ભેદ એલસીબી ની ટીમ દ્વારા ઉકેલી નાખવામાં આવ્યો છે અને પકડાયેલા આરોપીઓ તથા મુદ્દામાલ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે






Latest News