મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા મહોત્સવ અંતર્ગત કવિસંમેલન યોજાયું વાંકાનેરમાં બહેન રિસામણે બેઠેલ હોય સમાધાન માટે ગયેલ યુવાનને વેવાઈ-વેવાણે મારમાર્યો ટંકારા નજીક રિક્ષા રેલિંગ સાથે અથડાઈને પલટી મારી જતાં બે સગાભાઈઓને ઇજા: રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 15 પાડા ભરેલી બોલેરો ગૌરક્ષકોએ પકડી: પાયલોટિંગ સાથે અબોલજીવને કતલખાને લઈ જતાં હોવાનું ખૂલ્યું માળીયા (મી)-હળવદમાં દારૂની 3 રેડ: 31 બોટલ દારૂ-39 બિયરના ટીન કબ્જે વાંકાનેરના માટેલ રોડે કારખાનાના કવાર્ટરમાં રહેતા યુવાને બીમાર પત્નીની સારવારના ટેન્શનમાં કર્યો આપઘાત મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો એક સાગરીત પકડાયોએલ 3 ની શોધખોળ મોરબીની હોટલ-રેસ્ટોરન્ટમાંથી અખાદ્ય કલર-વાસી ખોરાકનો નાશ કરતી મનપાની ફુડ શાખા
Breaking news
Morbi Today

માળીયા (મી)-હળવદમાં દારૂની 3 રેડ: 31 બોટલ દારૂ-39 બિયરના ટીન કબ્જે


SHARE













માળીયા (મી)-હળવદમાં દારૂની 3 રેડ: 31 બોટલ દારૂ-39 બિયરના ટીન કબ્જે

માળીયા મીયાણા અને હળવદ પોલીસ દ્વારા જુદીજુદી ત્રણ જગ્યા ઉપર દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને 31 બોટલ દારૂ અને 39 બિયરના ટીન કબ્જે કરવામાં આવ્યા હતા અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

માળીયા મીયાણામાં ત્રણ રસ્તા પાસે આવેલ સલીમ અકબર મોરના રહેણાંક મકાન પાસે પોલીસ દ્વારા દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની 27 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 7290 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી અબ્દુલભાઈ સુલેમાનભાઈ સખાયા (23) રહે. વાડા વિસ્તાર માળિયા મિયાણા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે. તો હળવદ પોલીસે માળીયા અમદાવાદ હાઈવે રોડ ઉપરથી એકટીવા લઈને પસાર થયેલ શખ્સને રોકીને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી બિયરના ત્રણ ટી મળી આવ્યા હતા જેથી પોલીસે 600 ની કિંમતનો બીયરનો જથ્થો તથા 50,000 રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 50,600 ના મુદ્દામાલ સાથે વિવેકભાઈ અશોકભાઈ સીતાપરા (21) રહે. દિવ્યા પાર્ક સોસાયટી હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ દરમ્યાન વિરમના કહેવાથી તે બીયરનો જથ્થો તેના માણસને આપવા માટે થઈને જતો હતો તેવું સામે આવ્યું હતું જેથી કરીને વિરમ અને તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધીને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. આ ઉપરાંત હળવદમાં આસ્થા પેપરમીલ જવાના રસ્તે મેલડી માતાજીના મંદિરથી આગળના ભાગમાં વાડીના રસ્તે જાહેરમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી બિયરના 36 ટીન તથા દારૂની મોટી 4 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 11,600 નો મુદામાલ કબ્જે કરેલ છે અને રેડ દરમિયાન આરોપી સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિરમ નાગરભાઈ ગોહિલ રહે. પંચમુખી ઢોરે હળવદ વાળા સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે.








Latest News