લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલીના અનુસંધાને મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ મોરબીના રાજમાતા સ્વ. વિજય કુંવરબા અને અજંતા ગ્રૂપના મોભી સ્વ. પ્રવીણભાઈ ભાલોડીયાના પરિવારને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભઇ પટેલ મોરબી સિરામિક નગરીની હવે સ્પિરિચ્યુલ નગરી બનવા તરફની યાત્રા શરૂ થઈ છે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબીના ખેવારીયા ગામે ઝેરી દવા પી ગયેલ બીજી સગીરાનું પણ સારવારમાં મોત મોરબી નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરની સીડી ઉપરથી નીચે પટકાતા ઈજા પામેલ 4 વર્ષની બાળકીનું મોત, વેગડવાવ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત મોરબીના નવા જાંબુડીયા ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનો મોત, ત્રિકોણબાગના પાર્કિગમાં આંચકી આવતા સારવારમાં ખસેડેલા અજાણ્યા આધેડનું મોત મોરબીમાં આજે દિવાળી: મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામિનારાયણ મંદિરમાં મહંત સ્વામી મહારાજની હાજરીમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ સહિત 17 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કાલે શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરના પીપળીયા રાજ ગામે ઘરમાં સાપ કરડી જતાં એક વર્ષની બાળકીનું મોત: મોરબીના જાંબુડીયા ગામે છાતીમાં દુખાવો ઉપાડ્યા બાદ યુવાનનું મોત


SHARE









વાંકાનેરના પીપળીયા રાજ ગામે ઘરમાં સાપ કરડી જતાં એક વર્ષની બાળકીનું મોત: મોરબીના જાંબુડીયા ગામે છાતીમાં દુખાવો ઉપાડ્યા બાદ યુવાનનું મોત

વાંકાનેરના પીપળીયા રાજ ગામે રહેતા પરિવારની એક વર્ષની દીકરી બારી પાસે હાથ રાખીને ઉભી હતી અને રમતી હતી ત્યારે તેને ડાબા હાથે સાપ કરડી જતા તે બાળકીનું મોત નીપજયું છી હતું જેથી આ બનાવની મૃતક બાળકીના માતાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે

મૂળ વાંકાનેરના સિંધાવદર ગામના રહેવાસી અને હાલમાં પીપળીયા રાજ ગામે ઈકબાલભાઈ દેકાવાડિયાના મકાનમાં રહેતા આસ્તાનાબેન મહમદફયાઝ શેરસીયાની એક વર્ષની દીકરી આઈસાબેન શેરસીયા પોતાના ઘરની અંદર પીપળીયા રાજ ગામે રમતી હતી અને સેટી પલંગ ઉપર ચડીને બારી ઉપર હાથ રાખીને રમતી હતી ત્યારે તેને ડાબા હાથે સાપ કરડી ગયો હતો જેથી કરીને તે બાળકીનું મોત નીપજ્યું હતું અને આ બનાવની મૃતક બાળકીની માતાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

છાતીમાં દુખાવો ઉપાડ્યા બાદ મોત

મૂળ એમપીના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસે આવેલ બ્લુ આર્ટ ગ્રેનાઈટો કારખાના ક્વાર્ટરમાં રહેતા મહેશભાઈ નારસિંહ પરમાર (23) નામનો યુવાન કારખાનામાં હતો ત્યારે ત્યાં તેને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો જેથી તે યુવાને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી




Latest News