લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલીના અનુસંધાને મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ મોરબીના રાજમાતા સ્વ. વિજય કુંવરબા અને અજંતા ગ્રૂપના મોભી સ્વ. પ્રવીણભાઈ ભાલોડીયાના પરિવારને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભઇ પટેલ મોરબી સિરામિક નગરીની હવે સ્પિરિચ્યુલ નગરી બનવા તરફની યાત્રા શરૂ થઈ છે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબીના ખેવારીયા ગામે ઝેરી દવા પી ગયેલ બીજી સગીરાનું પણ સારવારમાં મોત મોરબી નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરની સીડી ઉપરથી નીચે પટકાતા ઈજા પામેલ 4 વર્ષની બાળકીનું મોત, વેગડવાવ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત મોરબીના નવા જાંબુડીયા ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનો મોત, ત્રિકોણબાગના પાર્કિગમાં આંચકી આવતા સારવારમાં ખસેડેલા અજાણ્યા આધેડનું મોત મોરબીમાં આજે દિવાળી: મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામિનારાયણ મંદિરમાં મહંત સ્વામી મહારાજની હાજરીમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ સહિત 17 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કાલે શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરના વિઠ્ઠલપરથી સામથેરવા ગામ વચ્ચેથી 11 લાખના 3680 મીટર એલ્યુમિનિયમ વાયરની ચોરી: 5.31 લાખનું કર્યું નુકશાન


SHARE









વાંકાનેરના વિઠ્ઠલપરથી સામથેરવા ગામ વચ્ચેથી 11 લાખના 3680 મીટર એલ્યુમિનિયમ વાયરની ચોરી: 5.31 લાખનું કર્યું નુકશાન

વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપરથી સામથેરવા ગામની વચ્ચે હાલમાં સોલાર અને વિન્ડ વિદ્યુત ઉત્પન્ન કરવાનું કામ કરતી કંપનીના વાયરો ફીટ કરવા માટેની કામગીરી ચાલી રહી છે દરમિયાન જુદા જુદા સમયે કુલ મળીને 3680 મીટર એલ્યુમિનિયમ વાયર જેની કિંમત 11,04,000 થાય છે તેની ચોરી કરવામાં આવેલ છે અને 1770 મીટર જેટલા વાયરના કાપીને ટુકડા કરીને 5.31 લાખનું નુકશાન કર્યું છે જેથી કંપનીના ડિરેક્ટર દ્વારા નોધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર અવધ ચોકની બાજુમાં આવેલ રાધા રેસીડેન્સી-2 ખાતે રહેતા જયેશભાઈ મધુભાઈ સાંજવા (39)એ અજાણ્યા શખ્સની સામે ચોરી અને નુકશાનની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તેઓ ઓપેરા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એડિશનલ ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે અને ઓપેરા કંપનીએ ક્લીન મેક્સ એનર્જી સોલ્યુશન લિમિટેડ કંપનીના પેટા કોન્ટ્રાક્ટ રાખી સોલાર બેન્ડથી વિદ્યુત ઉત્પન્નનું કામ વાંકાનેર તાલુકામાં ચાલુ કરેલ છે અને વીજ પરિવહન માટે વઘાસીયાથી સામથેરવા સુધીની વીજ લાઈન નાખવાનું કામ ચાલુ હોય એલ્યુમિનિયમના વાયર જુદાજુદા સમયે કુલ મળીને 3680 મીટર વાયર જેની કુલ કિંમત 11. 04 લાખ રૂપિયા થાય છે તેની ચોરી કરવામાં આવેલ છે અને અલગ અલગ દિવસે કુલ મળીને 1770 મીટર વાયર જેની કિંમત 5,31,000 થાય છે તે એલ્યુમિનિયમ વાયર કાપીને કટકા કરીને નુકસાની કરી તારના કટકા મૂકીને નાસી ગયેલ છે જેથી હાલ કંપનીના ડિરેક્ટર દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News