લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલીના અનુસંધાને મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ મોરબીના રાજમાતા સ્વ. વિજય કુંવરબા અને અજંતા ગ્રૂપના મોભી સ્વ. પ્રવીણભાઈ ભાલોડીયાના પરિવારને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભઇ પટેલ મોરબી સિરામિક નગરીની હવે સ્પિરિચ્યુલ નગરી બનવા તરફની યાત્રા શરૂ થઈ છે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબીના ખેવારીયા ગામે ઝેરી દવા પી ગયેલ બીજી સગીરાનું પણ સારવારમાં મોત મોરબી નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરની સીડી ઉપરથી નીચે પટકાતા ઈજા પામેલ 4 વર્ષની બાળકીનું મોત, વેગડવાવ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત મોરબીના નવા જાંબુડીયા ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનો મોત, ત્રિકોણબાગના પાર્કિગમાં આંચકી આવતા સારવારમાં ખસેડેલા અજાણ્યા આધેડનું મોત મોરબીમાં આજે દિવાળી: મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામિનારાયણ મંદિરમાં મહંત સ્વામી મહારાજની હાજરીમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ સહિત 17 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કાલે શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકામાં જુદીજુદી બે જગ્યાએ દેશી દારૂની રેડ: 1.25 લાખનો મુદામાલ કબ્જે


SHARE









માળીયા (મી) તાલુકામાં જુદીજુદી બે જગ્યાએ દેશી દારૂની રેડ: 1.25 લાખનો મુદામાલ કબ્જે

માળીયા મીયાણા તાલુકાના વેણાસર ગામની સીમમાં અને માણાબા ગામ પાસે દેશી દારૂની બે રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી 2600 લિટર આથો અને 300 લિટર દેશી મળી આવેલ હતો જેથી કરીને પોલીસે કુલ મળીને 1.25 લાખનો મુદામાલ કબ્જે કરીને માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

માળીયા મીયાણા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વેણાસર ગામની સીમમાં પવનચક્કીની બાજુમાં આવેલ વોંકળાના કાંઠે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 1800 લીટર આથો તથા 300 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 1,05,000 ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય હાલમાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આમીન ઉર્ફે ટકી ઇસ્માઇલભાઇ મોવર રહે. વેણાસર ગામ માળીયા વાળની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

માળીયા મીયાણા તાલુકાના માણાબા ગામ પાસે આવેલ ઘોડાધ્રોઇ નદીના કાંઠે બાવળની કાંટમાં એલસીબીની ટીમે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 800 લીટર આથો મળી આવેલ હતો જેથી 20,000 રૂપિયાનો મુદ્દામાલ એલસીબીની ટીમ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં જયેશ હીરાભાઈ ઝીંઝવાડીયા (27) રહે. મણાબા વાળાની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News