ઈરાન-ઇઝરાયલના યુદ્ધની અસર: મોરબીમાં પ્રેપેન ગેસની સપ્લાઈની ચેન ખોરાવાઈ તેવા સંકેત, સિરામિક કારખાના બે દિવસ પછી બંધ થાય તેવી શક્યતા ભારતભરમાં અનોખા લગ્ન: મોરબીના વાડી વિસ્તારમાં ધૂળેટીના દિવસે ધામધુમથી શ્રદ્ધાપૂર્વક હોલિકાના શામબાપા સાથે લગ્ન કરાવતો સતવારા સમાજ મોરબી નજીક કારખાનામાં ચાલતા ચાલતા પડી જવાથી યુવાનનું મોત મોરબી જલારામ ધામ ખાતે ધૂળેટીના દિવસે પણ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ચાલુ રહેશે મોરબીમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ-રાધે કૃષ્ણ પરિવાર દ્વારા ભાગવત કથા અને સમૂહ રાંદલનું આયોજન મોરબીના લક્ષ્મીનગર પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત: વાંકાનેર નજીક કારખાનામાં યુવાને જીવન ટુકાવ્યું માળીયા (મી) માં નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 3400 લીટર આથો અને 100 લીટર દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ મોરબીમાં પત્રકાર તરીકે પોતાની ઓળખ આપીને ધમકી, ખંડણી અને લૂંટના પ્રયાસના ગુનામાં પકડાયેલ વિશાલ સેજપાલ સહિતના બે આરોપી જેલ હવાલે
Breaking news
Morbi Today

માળીયા (મી) માં નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 3400 લીટર આથો અને 100 લીટર દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ


SHARE













માળીયા (મી) માં નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 3400 લીટર આથો અને 100 લીટર દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ

માળીયા મીયાણામાં મોવર ટીંબા પાછળના ભાગમાં નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 3400 લીટર આથો તથા 100 લીટર તૈયાર દેશી દારૂ મળી આવતા પોલીસે 1,05,000 ની કિંમતમાં મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી હાજર ન હોય હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

માળીયા મીયાણામાં મોવર ટીંબા પાછળ નદીના કાંઠે બાવળની કાંટમાં દેશી દારૂની ભટ્ટી ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 3400 લીટર આથો તથા 100 લીટર દેશી દારૂ મળી આવ્યો હોય પોલીસે કુલ મળીને 1.05 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં માળિયાની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બિલાલભાઈ દાઉદભાઈ ભટ્ટી રહે. વીસીપરા મોરબી વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ
વાંકાનેર તાલુકાની જામસર ચોકડી થી જામસર ગામ તરફ જવાનો રસ્તા ઉપર આવેલ શાળા પાસે દશરથભાઈ સિહોરાની કબજા ભોગવતા વાળી વાડીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપર દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાનું સામે આવ્યું હતું અને કુલ મળીને 400 લીટર આથો તથા 15 લિટર દેશી દારૂ સ્થળ ઉપરથી મળી આવ્યો હોય પોલીસે 13,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી દશરથભાઈ ઉર્ફે સવજીભાઈ લાલજીભાઈ સિહોરા (30) રહે. જામસર તાલુકો વાંકાનેર વાળાને પકડીને તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

100 લીટર આથો
હળવદ તાલુકાના રાયસંગપર ગામે સ્મશાન પાસે નદીના કાંઠે બાવળની કાંટમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 100 લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 2500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર મળી આવતા પોલીસે મહેશભાઈ કમાભાઈ ડાભી (25) રહે. રાયસંગપર વાળાની ધરપકડ કરી તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.
વરલી જુગાર
વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં જાહેરમાં વરલી જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વરલીના આંકડા લેતા ફિરોજભાઈ હસનભાઈ કટિયા (43) રહે. મિલ પ્લોટ વાંકાનેર વાળો મળી આવતા પોલીસે 570 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.






Latest News