મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

હળવદ નજીક બોલેરો ગાડીનું ટાયર ફાટતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE





હળવદ નજીક બોલેરો ગાડીનું ટાયર ફાટતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું મોત

સુરેન્દ્રનગર જિલ્લાના વેળાવદર ગામે રહેતો યુવાન પોતાની બોલેરો પીકપ ગાડી લઈને હળવદ માર્કેટયાર્ડ સામેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ડ્રાઇવર સાઈડનું તેની બોલેરો ગાડીનું ટાયર ફાટયું હતું જેથી યુવાને તેની ગાડીના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા અમદાવાદ હાઈવે રોડ ઉપરથી પસાર થતા ટ્રક ટ્રેલર સાથે તેની બોલેરો ગાડી અથડાઇ હતી અને ત્યારબાદ બંને વાહનો ડિવાઈડર તથા રોડ ક્રોસ કરીને રોડ સાઈડમાં નીચે ઉતરી ગયા હતા જે બનાવમાં યુવાને ગંભીર ઇજા થઈ હતી અને ઈજા પામેલ યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જે બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વેળાવદર ગામે રહેતા અને ડ્રાઇવિંગનું કામ કરતા કરસનભાઈ રેવાભાઇ બોળીયા (34) નામનો યુવાન ગત તા. 20/2 ના રોજ સાંજના ચારેક વાગ્યાના અરસામાં પોતાના હવાલા વાળી બોલેરો પીકપ ગાડી નંબર જીજે 27 ટીટી 4663 લઈને હળવદ અમદાવાદ હાઈવે રોડ ઉપર આવેલ નવજીવન વિકલાંગ આશ્રમ સામેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર તેની બોલેરો ગાડીમાં ડ્રાઇવર સાઈડનું આગળનું ટાયર ફાટતાં કરસનભાઈએ ગાડીના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો અને હળવદ અમદાવાદ હાઈવે રોડ ઉપર અમદાવાદ તરફથી આવતા ટ્રક ટ્રેલર નંબર જીજે 12 બીઝેડ 6899 સાથે તેની બોલેરો ગાડી અથડાઈ હતી જેથી બંને વાહનો રોડ સાઇડમાં નીચે ઉતરી ગયા હતા અને અકસ્માતના આ બનાવમાં કરસનભાઈને ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવની મૃતક યુવાનના કૌટુંબિક ભાઈ રામજીભાઈ અમરાભાઇ બોળીયા (25) રહે. વેળાવદર વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News