વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં માતા પિતાએ આભ્યાસ માટે ઠપકો દેતા સગીરાએ કર્યો આપઘાત
વાંકાનેરમાં ભાજપ કાર્યલયે પંડિત દિનદયાલની જન્મજયંતિ નિમિતે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા
SHARE
વાંકાનેરમાં ભાજપ કાર્યલયે પંડિત દિનદયાલની જન્મજયંતિ નિમિતે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા
પંડિત દીનદયાલ ઉપાધ્યાયનો જન્મદિવસ ગરાસીયા બોર્ડિંગ વાંકાનેર ભાજપ કાર્યાલયે પંડિત દીનદયાલ ઉપાધ્યાયના જન્મ જયંતિ નિમિત્તે તેમના ફોટા ઉપર વાંકાનેર શહેર ભાજપના કાર્યકર્તાઓએ પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી પંડિત દિન દયાલ ઉપાધ્યાય જેને ભાજપની સ્થાપના કરી હતી આ તકે વરિષ્ઠ નાગરિકોનુ સન્માન એવા મુળજીભાઇ ગેડીયા જે સેવા કેન્દ્ર ચલાવે છે અને આવાસ યોજના, પેન્શન યોજના, વિધવા સહાય ૧૨૧ સરકારી યોજનાના ફોર્મ ભરીને સેવા ચલાવે છે તેમનું સન્માન કરીને સમાજમાં સારો સંદેશ આપેલ હતો તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનના કાર્યક્રમ માટે નેશનલ લેવલે જેને વાંકાનેર શહેરનું નામ ઉજવળ કર્યું એવા નૈમિષભાઇ ભીખાભાઇ ખાંડેખા કબડીમાં રાજ્યકક્ષાએ પ્રથમ આવેલ નેશનલ લેવલે રમેલ તેમનું સન્માન પણ કરવામાં આવ્યું સાથે આનંદભાઈ જયેશભાઈ ધરોડીયાએ પણ રાજ્ય કક્ષાએ કબડીસ્પર્ધામાં ભાગ લીધેલ અને તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતુ વાંકાનેરની જીવનદાત્રી માતા એવી મચ્છુ માતા નદીમાં સફાઈ અભિયાન કરીને હતી આજના દિવસે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે આ કાર્યક્રમ વાંકાનેર શહેર ભાજપ દ્વારા કરવામાં આવેલ પંડિત દિનદયાલ ઉપાધ્યાયના જીવન વિશે પાર્ટીના કાર્યકરોએ ઊંડાણપૂર્વક માહિતી મળે તે માટે મોરબી જિલ્લાના મંત્રી એડવોકેટ નિકુંજભાઈ કોટક દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાયના જીવનચરિત્ર વિશે વક્તવ્ય આપવામાં આવ્યું હતું આ તકે વાંકાનેર ભારતીય જનતા પાર્ટીના સંગઠનના તમામ હોદ્દેદારો જિલ્લાના હોદ્દેદારો અને પ્રદેશ કારોબારીના સભ્યોએ હાજરી આપી હતી આ કાર્યક્રમનું સંચાલન નિષિતભાઈ જોશીએ કર્યું હતું વાંકાનેર શહેર ભાજપના પ્રમુખ પરેશભાઈ મઢવીએ દરેક કાર્યકર્તાઓ પ્રત્યે હૃદયની લાગણી વ્યક્ત કરી દરેકનો આભાર માન્યો હતો.તેમ મીડિયા સેલ ઇન્ચાર્જ હિમાંશુભાઇ ગેડીયા અને વિનોદભાઈ રાઠોડે યાદીમાં જણાવેલ છે.