ટંકારાના વાઘગઢ ગામે નિદ્રાધીન અવસ્થામાં જ હાર્ટ અટેકથી યુવાનનું મોત
મોરબી: મંગેતર સાથે ફોન ઉપર બોલાચાલી-ઝઘડો થતા યુવાને અંતિમ પગલું ભર્યું
SHARE
મોરબી: મંગેતર સાથે ફોન ઉપર બોલાચાલી-ઝઘડો થતા યુવાને અંતિમ પગલું ભર્યું
મોરબી તાલુકાના ઘુટુ ગામની સીમમાં લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન લેબર કવાર્ટરમાં હતો ત્યારે ફોન ઉપર તેની મંગેતર સાથે વાત કરતો હોય કોઈ કારણોસર બોલાચાલી અને ઝઘડો થયો હતો જે બાબતે તેને મનોમન લાગી આવતા તે યુવાને લેબર કવાર્ટરમાં છતમાં લગાવેલ પંખા સાથે ગમચો બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની મૃતક યુવાનના મોટાભાઈએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ યુપીના આજમગઢનો રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના ઘુટું ગામની સીમમાં લખધીરપુર રોડ તરફ જવાના રસ્તે કેરોનાઇટ કજારીયા કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો અખિલેશ ખરપતુભાઇ વર્મા જાતે પટેલ (૨૩) નામનો યુવાન પોતે પોતાના લેબર કવાર્ટરમાં હતો ત્યારે ત્યાં તેણે છતમાં લગાવેલા પંખા સાથે ગમચો બાંધીને તેની સાથે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો ત્યારબાદ તે મૃતક યુવાનના મૃતદેહને તેનો ભાઈ કમલેશ ખરપુતભાઈ વર્મા જાતે પટેલ (૨૫) રહે. હાલ બેલા ગામની સીમ એજેલિસ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં મોરબી મૂળ રહે. યુપી વાળો મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને ત્યારબાદ આ બનાવની તેના દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં મૃતક યુવાનના ભાઈએ પોલીસને જણાવ્યા મુજબ અખિલેશની સગાઈ લક્ષ્મી નામની છોકરી સાથે થઈ હતી અને તે બંને ફોન ઉપર વાત કરતા હતા ત્યારે કોઈ કારણોસર બંનેને બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારબાદ તેને મનોમન લાગી આવતા તેણે લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી દીધેલ છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.પી. વશિયાણી ચલાવી રહ્યા છે
વૃદ્ધા સારવારમાં
મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ બૌદ્ધનગરમાં રહેતા અમરબેન ગોવિંદભાઈ ચૌહાણ (૮૨) નામના વૃદ્ધાએ કોઈ કારણોસર પોતે પોતાના ઘરે હતા ત્યારે ત્યાં જાતે ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબનું કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવેલ છે









