હળવદના ચંદ્રગઢ અને રાયસંગપર ગામે જુગારની જુદીજુદી 2 રેડ 13 શખ્સો 1.85 લાખથી વધુના રોકડ સાથે પકડાયા મોરબીમાં ભાજપના હોદેદારને વ્યાજના ચક્રમાં ફસાવીને મારવા માટે મજબૂર કરનારા બે વ્યાજખોરની ધરપકડ મોરબી વન વિભાગમાં ટેન્ડરની સિક્યુરિટી પેટે બનાવટી એફડી રજૂ કરનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો: તપાસ શરૂ હળવદના ઘનશ્યામપુર ગામ નજીકથી 500 લીટર દેશી દારૂનો જથ્થો ભરેલી ઇકો ગાડી સાથે 3 ઝડપાયા: 4 લાખનો મુદ્દામાલ કબજે, 1 ની શોધખોળ મોરબી શહેર, હળવદના રાણેકપર અને માળિયાના જૂના દેવગઢ ગામે જુગારની 4 રેડમાં 22 શખ્સો ઝડપાયા મોરબી મહાપાલિકાએ પાલિકાના સમયમાં બનેલા બિન ઉપયોગી બે શુલભ શોચલાય તોડી પાડ્યા મોરબી તાલુકા પોલીસે 10.38 લાખના 38 મોબાઈલ ફોન શોધીને લોકોને પરત કર્યા મોરબી શહેર યુવા, બક્ષીપંચ, મહિલા, કિસાન અને અનુ. જાતિ મોરચાના પ્રમુખ સહિતની આખી ટિમ જાહેર
Breaking news
Morbi Today

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે ઘરમાં દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપાઇ !: બેની શોધખોળ


SHARE





મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે ઘરમાં દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપાઇ !: બેની શોધખોળ

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ કબીર ટેકરી શેરી નં-૫ માં મંદિર પાસે રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૩૫૦ લીટર આથો તેમજ અન્ય મુદ્દામાલ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૩૨૫૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને પોલીસને જોઈને આરોપી સ્થળ ઉપરથી નાસી જતા પોલીસે ઘરધણી સહિત બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

મોરબી શહેર અને જિલ્લામાં છેવાડાના વિસ્તાર, ઔદ્યોગિક વિસ્તાર અને વાડી વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી પરંતુ હવે તો જાણે શહેરી વિસ્તારમાં પોલીસ મથકોની સામે પણ દેશી દારૂનું પ્રોડક્શન ચાલુ થઈ ગયું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ કબીર ટેકરી શેરી નં-૫ માં આવેલ રામદેવપીરના મંદિર પાસે રહેતા શખ્સના ઘરની અંદર દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૩૫૦ લીટર આથો મળી આવ્યો હતો તે ઉપરાંત ગેસનો બાટલો, ગેસનો ચૂલોમ ગેસનું રેગ્યુલેટર વગેરે મુદ્દામાલ મળીને પોલીસે ૩૨૫૦ ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો જોકે પોલીસ દ્વારા જ્યારે રેડ કરવામાં આવી ત્યારે એક આરોપી પોલીસને જોઈને ત્યાંથી નાસી ગયો હતો જેથી કરીને હાલમાં પોલીસે તોફીકભાઈ હુસેનભાઇ લાખા રહે. કબીર ટેકરી શેરી નં-૮ મોરબી તથા ઘરધણી મોસીનભાઈ મામદભાઈ કુરેશી રહે કબીર ટેકરી શેરી નં-૫ મોરબી વાળાની સામે ગુનો નોંધીને બંને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

વરલી જુગાર

મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ચલણી નોટના આધારે નોટ નંબરનો જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૫૧૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને આરોપી સાગરભાઇ રજનીકાંતભાઈ સુખડિયા જાતે કંદોઈ (૩૦) રહે. બજાર લાઈન દરિયાલાલ શેરી પાસે મોરબી અને એજાજ મહેબુબભાઇ ચાનિયા જાતે સંધિ (૨૪) રહે. નાની બજાર વિશ્વકર્મા મંદિર પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તે બંને શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે




Latest News