હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

ક્રિકેટ સટ્ટો: મોરબીના રવાપર રોડે બે સ્થળે કરેલ રેડમાં ૧.૧૦ લાખના મુદામાલ સાથે ત્રણ આરોપીની ધરપકડ, એકની શોધખોળ


SHARE













ક્રિકેટ સટ્ટો: મોરબીના રવાપર રોડે બે સ્થળે કરેલ રેડમાં ૧.૧૦ લાખના મુદામાલ સાથે ત્રણ આરોપીની ધરપકડ, એકની શોધખોળ

મોરબીના રવાપર રોડ ઉપર આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે જુદી જુદી બે જગ્યા ઉપર રેડ કરી હતી ત્યારે બે સ્થળ ઉપરથી કુલ મળીને ત્રણ શખ્સો ક્રિકેટ સટ્ટો રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧,૧૦,૭૦૦ ની કિંમતનો મુદ્દા માલ કબજે કરીને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારના જુદા જુદા બે ગુના નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ સ્પાઇકરના શોરૂમની સામેના ભાગમાં સંતોષ વડાપાઉ વાળી શેરીમાં મોબાઈલ ફોન ઉપર ઓનલાઇન એપ્લિકેશનમાંથી આઈપીએલની ક્રિકેટ મેચ જોઈને ક્રિકેટ સટ્ટો રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે રનફેરનો જુગાર રમતા એક શખ્સ મળી આવ્યો હોય પોલીસે ૪૫૦૦ રૂપિયાની રોકડ તથા ૫૦,૦૦૦ રૂપિયાની કિંમતનો આઇફોન આમ કુલ મળીને ૫૪,૫૦૦ ના મુદ્દા માલ સાથે જેમિનભાઈ પ્રશાંતભાઈ આડેસરા જાતે સોની (૨૨) રહે. રવાપર રોડ પ્રાણનગર સોમનાથ સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સ નવીનભાઈ માખીજા રહે. મોરબી વાળા સાથે આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર રનફેરનો જુગાર રમતો હોવાનું સામે આવ્યું હોય પોલીસે તેને પણ પકડવા માટે તજવીજ શરૂ કરી છે જ્યારે જુગારની બીજી રેડ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ક્રીમ પેલેસ હોટલ પાસે રોડ ઉપર કરવામાં આવી હતી ત્યાં મોબાઈલ ફોનમાં ઓનલાઇન એપ્લિકેશનના માધ્યમથી આઈપીએલની ક્રિકેટ મેચ જોઈને તેના ઉપર રનફેરનો જુગાર રમતા બે શખ્સ મળી આવ્યા હતા જેથી પોલીસે સ્થળ ઉપરથી ૬૨૦૦ રોકડા તથા ૫૦,૦૦૦ રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન આમ કુલ મળીને ૫૬,૨૦૦ ના મુદ્દામાલ સાથે પોલીસે રાહુલભાઈ સુરેશભાઈ ચૌહાણ જાતે રજપુત (૩૦) અને ઉપેન્દ્રસિંહ મહાવીરસિંહ રાણા જાતે રજપુત (૪૦) રહે. બંને પખાલી શેરી ગઢની રાંગ મોરબી વાળા ની ધરપકડ કરેલ છે અને બંને શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News