મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી શક્તિ ધામ મંદિરે ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન


SHARE









મોરબીમાં શ્રી શક્તિ ધામ મંદિરે ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ માધાપર ઓજી વિસ્તારમાં શ્રી શક્તિ ધામ મંદિર આવેલ છે ત્યાં સોમવારથી ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથોસાથ જાણીતા કલાકાર દેવાયત ખાવડ સહિતના કલાકારોના લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે

મોરબીમાં શ્રી સતવારા નવગામ જ્ઞાતિ સમિતિ, શ્રી શક્તિધામ ચેરીટેબલ ટ્રસ્ટ અને જય મહાકાલ સતવારા મિત્ર મંડળ દ્વારા શ્રી શક્તિધામ મંદિરે ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ૧૦૮ કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને તા.૨૯ ને સોમવારથી જુદાજુદા કાર્યક્રમો યોજાવાના છે જેમાં સંતો મહંતો સહિતના હાજર રહેશે અને તા. ૨૯ ને સોમવારે સવારે શોભાયાત્રા નીકળશે અને ત્યાર બાદ રાસ ગરબા રાતે યોજાશે અને તા. ૩૦ ને મંગળવારે લોકડાયરો યોજાશે જેમાં કલાકાર દેવાયત ખાવડ, ધનરાજ ગઢવી, દલસુખ પ્રજાપતિ સહિતના કલાકારો જમાવટ કરશે ત્યાર બાદ તા.૧/૫ ને બુધવારે સવારે ૧૦ કલાકે સંતોના સામૈયા, બપોરે ૧૧ કલાકે મહાપ્રસાદ યોજાશે આ ધાર્મિક કાર્યમાં યજ્ઞના આચાર્ય પદે અનીલપ્રસાદ એલ. રાવલ ધાર્મિકવિધી કરાવશે આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી સતવારા નવગામ જ્ઞાતિ સમિતિ, શ્રી શક્તિધામ ચેરીટેબલ ટ્રસ્ટ અને જય મહાકાલ સતવારા મિત્ર મંડળની ટીમ જહેમત ઉઠાવી રહી છે તેવું સંસ્થાના પ્રમુખ વસંતભાઈ પરમાર અને ઉપપ્રમુખ ઈશ્વરભાઈ કંઝારીયાએ જણાવ્યું છે




Latest News