મોરબી જિલ્લામાં શહેર-તાલુકા કક્ષાએ સેવા સેતુના 22 કાર્યક્રમો યોજાશે: કલેકટર
મોરબીના ઊંચી માંડલ ગામ પાસે બાઈક સવાર યુવાનને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા યુવાનનું ઘટના સ્થળે મોત
SHARE







મોરબીના ઊંચી માંડલ ગામ પાસે બાઈક સવાર યુવાનને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા યુવાનનું ઘટના સ્થળે મોત
મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઉંચી માંડલ ગામ પાસે ગઈકાલે સાંજના સમયે અકસ્માત બનાવ બન્યો હતો જેમાં મજૂરી કામ ઉપરથી પરત બાઈક ઉપર ઘરે જઈ રહેલા નાની વાવડી ગામે રહેતા યુવાનના બાઇકને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં ઘટના સ્થળે જ કડિયા યુવાનનું મોત નિપજયુ હતું.બનાવને પગલે હાલ તાલુકા પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરાય છે.
મોરબી તાલુકા પોલીસ સુત્રો તથા સ્થળ ઉપરથી મળતી માહિતી પ્રમાણે મોરબીના નાની વાવડી ગામે રહેતા અને મૂળ જામનગરના દુધઈ પાસે આવેલા માણામોરા ગામના વતની હર્ષદભાઈ ઉર્ફે હાર્દિક છગનભાઈ ટાંક જાતે કડિયા (ઉમર 22) નામનો યુવાન તેનું મોટરસાયકલ લઈને મજૂરી કામ માટે ગયો હતો.તે ટાઇલ્સ લગાવવાનું કામકાજ કરતો હોય મજૂરી કામેથી પરત ઘરે જતો હતો.ત્યારે હળવદ રોડ ઉપર ઉંચી માંડલ ગામ પાસે તેના બાઇકને કોઈ અજાણ્યા વાહનના ચાલકે ગઈકાલ તારીખ 12 ના રોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં હડફેટે લીધું હતું.જે બનાવમાં ગંભીર ઇજાઓ થવાથી હર્ષદ ઊર્ફે હાર્દિક છગનભાઈ ટાંક નામના ૨૨ વર્ષીય અપરણિત કડિયા યુવાનનુંં મોત નિપજયુ હતું.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા બનાવની નોંધ કરીને હાલમાં અકસ્માત સર્જીને ભાગી છૂટેલા અજાણ્યા વાહનના ચાલકને પકડવા માટે આગળની તજવી શરૂ કરાયેલ છે.
મહિલા સારવારમાં
મોરબીના રણછોડનગર વિસ્તારમાં શાંતિવન સ્કૂલ નજીક રહેતા દિવ્યાબેન વિજયભાઈ શુકલ નામના 26 વર્ષીય મહિલાને તેઓના પતિ દ્વારા નશાની હાલતમાં મોડીરાત્રિના 11 વાગ્યાના અરસામાં માર મારવામાં આવ્યો હતો.જેથી ઈજા પામેલા દિવ્યાબેનને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.હાલ બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારદિયા દ્વારા મારામારી સંદર્ભે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાય છે.
આધેડ સારવારમાં
મોરબીના વીસીપરામાં આવેલા ધોળેશ્વર રોડ ઉપર રહેતા રમણીકભાઈ પ્રભુભાઈ શેખાણી નામના 58 વર્ષીય આધેડને મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.ધોળેશ્વર રોડ ઉપર થયેલ મારામારીમાં જમણા પગના ભાગે અને કમરના ભાગે ઇજાઓ થવાથી રમણીકભાઈને સારવાર માટે સિવિલે ખસેડાયા હતા.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા નોંધ કરીને મારામારીના કારણ અંગે આગળની તપાસ હાથ ધરાઈ હતી.
બાળક સારવારમાં
મોરબીના હળવદ રોડ ઊંચી માંડલ ગામ પાસે આવેલ કારખાનાના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતા પરિવારનો પ્રિયાંશુ બાજીરભાઈ આદિવાસી નામનો બે વર્ષનો બાળક રમતા રમતા ત્રીજા માળેથી પડી ગયો હતો.જેથી માથાના ભાગે ઇજા પામતા મોડી રાત્રિના 11 વાગ્યાના અરસામાં તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા આ બનાવની નોંધ કરીને આ બાબતે આગળની તપાસ હાથ ધરાય છે
