મોરબી જિલ્લાના માળિયા પંથકમાં આવેલ મીઠા ઉદ્યોગને થયેલ નુકશાનનો સર્વે કરાવવા સાંસદની સરકારમાં રજુઆત
મોરબી જિલ્લામાં શહેર-તાલુકા કક્ષાએ સેવા સેતુના 22 કાર્યક્રમો યોજાશે: કલેકટર
SHARE







મોરબી જિલ્લામાં શહેર-તાલુકા કક્ષાએ સેવા સેતુના 22 કાર્યક્રમો યોજાશે: કલેકટર
મોરબી જિલ્લામાં આગામી દિવસોમાં સેતુના કાર્યક્રમો યોજાવાના છે તેની માહિતી આપતા કલેકટર કે.બી.ઝવેરીએ જણાવ્યુ હતું કે, શહેર અને તાલુકા કક્ષાએ કુલ મળીને સેવા સેતુના 22 કાર્યક્રમો યોજાવાના છે.
મોરબી જિલ્લા કલેકટર કચેરીમાં કલેક્ટર કે.બી.ઝવેરીએ પત્રકાર પરિષદ કરીને માહિતી આપી હતી કે, મોરબી જિલ્લામાં 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધીમાં સેવા સેતુના 22 કાર્યક્રમો કરવામાં આવશે. જેમાં દરેક તાલુકામાં જુદીજુદી ત્રણ જગ્યાએ અને પાલિકા વિસ્તારમાં કુલ સાત જગ્યાએ આ કાર્યક્રમ યોજાશે જેમાં 13 વિભાગો દ્વારા 55 સેવાઓ સ્થળ ઉપર જ પુરી પાડવામાં આવશે. આ સેવા સેતુ કાર્યક્રમમાં આધાકાર્ડ, રાશનકાર્ડ, આવકના પ્રમાણ પત્ર, જન્મ મરણના દાખલા સહિતની અનેક સરકારી સેવાઓ મળશે.
વધુમાં અધિકારી જણાવ્યુ હતું કે, જેમની પાસે આયુષમાન કાર્ડ નથી તેઓ સેવા સેતુમાં ઉપસ્થિત રહીને આયુષમાન કાર્ડ કઢાવે, 2.40 લાખથી ઓછી વાર્ષિક આવક હોય તેવા પરિવારો એનએફએસએ કાર્ડ માટે સેવા સેતુ કાર્યક્રમમાં અરજી કરે, રોજગાર વાચ્છુકો તેની નોંધણી કરાવે તે જરૂરી છે. વધુમાં કલેકટરે કહ્યું હતું કે, 2 ઓકટોબર થી 31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અભિયાન શરૂ કરવામાં આવશે અને “મારુ મોરબી મસ્ત મોરબી” બનાવવાના પ્રયાસો કરવામાં આવશે. તે અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરીને લોકોને જ્યાં ત્યાં કચરો ન નાખી મોરબીને સ્વચ્છ બનાવવા માટે જાહેર અપીલ કરવામાં આવશે.
