મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના સનાળા ગામે આવેલ આંગણવાડીમાં સેજા કક્ષાએ વાનગી નિર્દેશન યોજાયું


SHARE













મોરબીના સનાળા ગામે આવેલ આંગણવાડીમાં સેજા કક્ષાએ વાનગી નિર્દેશન યોજાયું

મોરબીમાં પોષણ માસની ઉજવણી અંતર્ગત મોરબી ઘટક એકની શકત સનાળા આંગણવાડી કેન્દ્ર ખાતે સેજા કક્ષાએ વાનગી નિર્દેશન નું આયોજન કરવામાં આવ્યું હતું.

સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ દ્વારા ચાલતા પોષણ અભિયાન અંતર્ગત દર વર્ષે સપ્ટેમ્બર માસમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે મોરબી ઘટક-ની રાજપર સેજાની આંગણવાડી કેન્દ્ર શકત સનાળા -૧ ખાતે ઘટક સેજા કક્ષાનું વાનગી નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મોરબી ઘટક-૧ ના રાજપર સેજાની શક્ત સનાળા ૧ થી ૪ આંગણવાડી કેન્દ્રના તમામ લાભાર્થીઓએ વાનગી નિદર્શનમાં ઉત્સાહથી ભાગ લઈ પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. જે અન્વયે RBSKની ટીમ દ્રારા બાળકોના આરોગ્યની તપાસ તથા  ANM ટીમ  દ્રારા સગર્ભા માતાઘાત્રી માતાઓનું એચ.બી. તથા આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. આ તકે જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી દ્વારા બાળકોને અપાતા પૂરક આહાર વિશે અને કુપોષણમાં ઘટાડો થાય તે બાબતે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાળ વિકાસ યોજના અધિકારીશ્રી દ્વારા તમામ લાભાર્થી બહેનોને પોષણ માસ અંતર્ગત ચાલતી તમામ યોજનાકીય કામગીરી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પ્રોગ્રામ ઓફિસર જલ્પાબેન ત્રીવેદીબાળ વિકાસ યોજના અધિકારી મયુરીબેન ઉપાઘ્યાયશકત સનાળા ગ્રામ પંચાયત સરપંચ સોનલબેનમુખ્ય સેવિકા જાહનવીબા જાડેજા, NNM બ્લોક કો-ઓર્ડીનેટર જીતેન્દ્ર વાઘેલા, RBSK મેડીકલ ઓફીસર અમિતભાઇ, FHW તનજીરાબેન, ANM ક્રિષ્નાબેન, MPHW વિજયભાઇઆંગણવાડી કાર્યકરઓ અને તેડાગરઓ હાજર રહ્યા હતા.




Latest News