નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

મોરબી: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ


SHARE





મોરબી: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ

મોરબીની કોર્ટમાં ચેક રીટર્નનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીને એક વર્ષની કેદની સજા તેમજ કેસની બાકી નીકળતી રકમ ૫,૭૩, ૨૪૪ ની બમણી રકમ ૧૧,૪૬,૪૮૮ ના દંડનો હુકમ કરાયો છે.

કેસની વિગત એવી હતી કે, ફરીયાદી સેઝ વીટ્રીફાઇડ પ્રા. લિ.ના પાર્ટનર રોનકભાઈ દીનેશભાઈ જેઠાલોજા (રહે. બેલા, મોરબી) પાસેથી આરોપી મડમાસ ગેલેરીના પ્રોપરાઇટર સલામહુસેન ફિરોજભાઈ ભૂવાર મોરબી વાળાએ સિરામિક ટાઇલ્સની ખરીદી કરેલ હતી. તેની બાકી રહેતી લેણી રકમ પૈકી વસૂલ આપવા આરોપીએ ચેક આપેલો હતો. તે ચેક પરત ફરતા ફરીયાદીએ આરોપી સામે નેગોશીએબલ ઇન્સટ્રુમેન્ટ એક્ટ ની કલમ ૧૩૮ હેઠળનો ફોજદારી કેસ મોરબીના એડિશનલ ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં વર્ષ ૨૦૨૩ ની સાલમાં દાખલ કરેલ હતો.

જેમાં આરોપીએ ચેકની બાકી રકમ નહિ ચુકવતા ફરિયાદની ટ્રાયલ ચાલી જતા આરોપી, મડમાસ ગેલેરીના પ્રોપરાઇટર, સલામહુસેન ફિરોજભાઈ ભૂવારને એક વર્ષની સાદી કેદની સજા તેમજ બાકી નીકળતી રકમ ૫,૭૩,૨૪૪ ની બમણી રકમ ૧૧,૪૬,૪૮૮ નો દંડ ફટકાર્યો છે. તથા દંડ ભરવામાં કસુર થયેથી વધુ ૯૦ દિવસની કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ કેતનકુમાર કે. નાયક અને નલીનકુમાર ટી. અઘારા રોકાયેલ હતા.




Latest News