માળીયા (મી)ના ચિખલી ગામ પાસે રેડ: 2800 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને બોલેરો સહિત 4.10 લાખનો મુદમાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત મોરબી: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ મોરબી: લાલપર પીએચસી દ્રારા સર્વાઇકલ કેન્સરને રોકવા HPV રસીકરણનો પ્રારંભ મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષકે પિતાની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક વસ્તુ અર્પણ કરી મોરબી મહાસંઘ દ્વારા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેક્શન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત


SHARE













મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત

મોરબીના સામાકાંઠે ગુ.હા.બોર્ડ ખાતે તેમજ લખધીરપુર રોડ ઉપર આવેલા અનમોલ સિરામીકના લેબર ક્વાર્ટરમાં રહીને મજુરીકામ કરતા પરિવારની શ્રૈયા રણધીરભાઇ રાજપુત નામની સાત વર્ષની દિકરીને બ્લડ કેન્સરની બીમારી હોય ઘરે બેભાન થઇ જતા અત્રેની સિવિલે લઇ જવામાં આવી હતી. જ્યાંથી વધુ સારવાર માટે શ્રૈયાને રાજકોટ સિવિલે લઇ જવામાં આવી હતી. જો કે ટુંકી સારવાર બાદ ત્યાં બાળકીનું મોત નિપજ્યું હતું. રાજકોટથી યાદી આવતા મોરબી સીટી બી-ડિવિઝન પોલીસે નોંધ કરી રાબેતા મુજબની તપાસ હાથ ધરી હતી. જ્યારે માળીયા (મીં)ના વિરભદરકા ગામે રહેતા વિજય રમેશભાઇ સુરેલા નામના 23 વર્ષના યુવાને કોઇ કારણસર ઘરે ગળેફાંસો ખાઇ લેતા તેનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસે કાર્યવાહી કરી હતી.

વાહન અકસ્માત
માળીયા-મીં ચોકડી બાલાજી પેટ્રોલ પંપ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજા પામેલ નસરૂદીન નુરમામદ સામતાણી (47, રહે. માળીયા મીં.ને સારવાર માટે અત્રેની સિવિલે લેવાયા હતા. જ્યારે જડેશ્ર્વર મહાદેવ પાસેના ભંગેશ્વર નજીક બાઇક સ્લીપ થઇ જતાં ખીમજીભાઇ કલ્યાણજીભાઇ કણઝારીયા (ઉ.વ.30, રહે. કાલીકા પ્લોટ)ને સારવાર માટે અત્રેની ઓમ ઓર્થોપેડીક હોસ્પીટલે સારવાર માટે લઇ જવાયો હતો. ટંકારાના અમરાપુર ગામે રહેતો મયુદિન અયુબ શેરસીયાને બાઇક આડે કુતરું આડુ ઉતરતા ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની આયુષ હોસ્પીટલે લાવવામાં આવ્યો હતો.

યુવાન સારવારમાં
મોરબી-2 ઉમીયાનગર ખાતે રહેતા ભાવેશ પરમાર ઉપર અજાણ્યા શખ્સે નળીયાના ઘા કરતા સારવાર માટે સિવિલે લેવાયો હતો. જ્યારે હળવદના સુંદરગઢના મુન્નાભાઇ કરણાભાઇ ભરવાડ પગપાળા દ્વારકા જતો હતો ત્યારે હળવદના દેવીપુર ગામ નજીક અજાણ્યા ટ્રકે ચાલકે પાછળથી હડફેટે લેતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.

મહિલા સારવારમાં
મોરબીના જેતપર રોડ મનીષ કાંટા પાસેના પીઆરબી પેલેટ નજીક રહીને મજુરીકામ કરતા પરિવારની લક્ષ્મીબેન મોહનસિંગ કનોજ નામની મહિલાએ ગળેફાંસો ખાઇ લેતા સારવાર માટે દવાખાને લઇ જવાયેલ જેથી તાલુકા પોલીસ મથકના નંદરામભાઇએ બનાવ અંગે તપાસ કરી હતી. જ્યારે લાલપર બહુચર માતા મંદિરની પાસે રહેતા મીરાબેન ઉમેશભાઇ તીવારી નામના 57 વર્ષના આધેડ મહિલા રોડ ક્રોસ કરતા હતા ત્યારે અજાણ્યા બાઇક હડફેટે ઇજા થતાં શિવમ હોસ્પીટલે લવાયા હતા.

મારામારીમાં ઇજા
ઉંચી માંડલ પાસેના રામેશ્વર ગ્રેનાઇટો નજીક મારામારીના બનાવમાં ઇજા થતાં જગત શંકરભાઇ સિંગ (ઉ.વ. 25, રહે. ઉંચી માંડલ)ને પણ સારવાર માટે શિવમ હોસ્પીટલે લાવવામાં આવ્યો હતો. પાનેલી (મોરબી)ના રંજનબેન અજીતભાઇ મજેઠીયા નામના 56 વર્ષના મહિલા બાઇકમાં બેસીને જતા હતા ત્યારે ગામ નજીક વાહન સ્લીપ થઇ જતાં સારવાર માટે લઇ જવાયા હતા.

આગથી નુકશાન
મોરબી રવાપર રોડે રહેતા ચંદુભાઇ પ્રભુભાઇ રાજકોટ પાસે પોલીસને જણાવ્યા મુજબ રાજપરા રોડે આવેલ તેમના ઉન્નતી પ્લાસ્ટીકમાં કોઇ કારણસર આગ લાગતા અંદાજે પોણા બે કરોડની નુકશાની થવા પામેલ છે. જે અંગે નોંધ કરીને સ્ટાફના એમ.પી. ઝાલાએ આગળની તપાસ કરી હતી.






Latest News