મોરબી સાર્થક વિદ્યામંદિરની ગરબા ટીમ ઓડિશા રાષ્ટ્રીય કાર્યક્રમમાં પહોચી
મોરબીમાંથી બદલી થતાં ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલાને મિત્રોએ ભારે હૈયે વિદાય આપી
SHARE
મોરબીમાંથી બદલી થતાં ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલાને મિત્રોએ ભારે હૈયે વિદાય આપી
મોરબીમાં ત્રણેક વર્ષ કરતાં વધુ સમયથી ફરજ બજાવતા જાંબાઝ ડીવાયએસપી પ્રતિપાલસિંહ એ. ઝાલાની તાજેતરમાં બદલી થયેલ છે ત્યારે પોતાની આગવી સૂઝ બૂઝ અને અનુભવથી મોરબીમાં કડક કાયદાની અમલવારી કરાવીને લોકોને સલામતીને જાળવી નિષ્પક્ષ અને નિષ્ઠાવાન કામગીરીથી પોલીસ પ્રજાના મિત્ર છે તે સાબિત કરી બતાવ્યું છે તેવા અધિકારીને તેઓના મિત્રો સહિતના દ્વારા ભારે હૈયે વિદાય આપવામાં આવી હતી. અને ખાસ કરીને ગુનેગારોની શાન ઠેકાણે તેઓએ પોતાના કાર્યકાળ દરમ્યાન કરેલ કામગીરીને મોરબીના લોકો કયારે પણ ભૂલશે નહીં તે નિશ્ચિત છે ત્યારે આગામી સમયમાં પણ તેઓ આવી જ રીતે ઉતમ કામગીરી કરીને લોકોના હદયમાં સ્થાન મેળવે તેવી તેમના મિત્રોએ શુભકામનો પાઠવી હતી.