મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ


SHARE









મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ

મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોમાં ક્યાંકને ક્યાંક યુરીયા ખાતરનો ઉપયોગ કરવામાં આવતો હોય તેવું અગાઉ અનેક વખત સામે આવ્યું છે તેવામાં વધુ એક વખત સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરની ટીમ રંગપર ગામ પાસે આવેલ બંધ પડેલા કારખાનામાં પહોંચી હતી અને ત્યાંથી 840 બોરી યુરિયા ખાતરની મળી આવતા જથ્થાને સીઝ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે

ગાંધીનગર સીઆઇડી ક્રાઈમની ટીમ આજે મોરબી જિલ્લામાં પહોંચી હતી અને મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ નજીક બંધ પડેલા ઝીબોન સીરામીક કારખાનાની અંદર તપાસ કરવામાં આવી હતી ત્યારે ત્યાં કારખાનાની અંદરથી 804 બોરી યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો જેથી આ અંગેની સીઆઈડી ક્રાઇમની ટીમ દ્વારા મોરબી જિલ્લાના ખેતીવાડી નિયામકને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ ખેતીવાડી વિભાગના નાયબ ખેતી નિયામક કે.જી. પરસાણીયા   સહિતની ટિમ ત્યાં સ્થળ ઉપર પહોચી હતી અને કારખાનામાંથી મળી આવેલ યુરીયા ખાતરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો તેમજ આ જથ્થામાંથી કુલ મળીને અલગ અલગ 6 જેટલા નમુનાઓ લેવામાં આવ્યા હતા અને તેને વધુ ચકાસણી માટે જૂનાગઢની સરકારી રાસાયણિક ખાતર ચકાસણી પ્રયોગશાળા ખાતે મોકલવામાં આવશે તેવું હાલમાં નાયબ ખેતી નિયામક પાસેથી જાણવા મળેલ છે જોકે આ બંધ પડેલા કારખાનાની અંદરથી મળી આવેલ યુરિયા ખાતરનો જથ્થો કારખાના સુધી કોણે પહોંચાડ્યો અને ક્યાંથી પહોંચાડ્યો છે તે દિશામાં આગળની વધુ તપાસ હાથ કરવામાં આવી છે




Latest News