મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત


SHARE









રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત

મોરબીના વીરપરડા ગામે કુવાની અંદર રહેલું પાણી હાલકડોકલ થતું હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં જોવા મળે છે જો કે, ચોક્કસ સમયગાળા દરમિયાન જ આ કુવાનું પાણી હાલકડોકલ થતું હોય કુવાની નજીકમાં 15 કિલોમીટર એ નવલખી બંદર આવેલ હોય દરિયામાં ભરતી અને ઓટ આવવાના સમયે કૂવાના પાણીની અંદર હલનચલન જોવા મળે છે તેવું હાલમાં ભૂસ્તર વિભાગના અધિકારી કહી રહ્યા છે.

મોરબી તાલુકામાં ગત શનિવારના રોજ 9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો ત્યાર બાદ સ્થાનિક જળાશયોની અંદર નવા નિરની આવક થઈ હતી જેથી કુવા, તળાવ, નદી અને ડેમ ભરાઈ ગયા હતા દરમિયાન મોરબી તાલુકાના વીરપરડા ગામ પાસે પ્રાણજીવનભાઈ સાદરીયા નામના ખેડૂતનું ખેતર આવેલું છે અને તેઓએ પોતાના ખેતરમાં ચોમાસાના ત્રણ મહિના પહેલા જ કૂવો બનાવેલ છે આ કૂવો આ વખતના ચોમાસા દરમિયાન પ્રથમ વખત ભરાયો છે અને છલોછલ ભરાઈ ગયો હતો જો કે, રવિવારથી આ કુવાના પાણીની અંદર હલનચલન જોવા મળતી હતી અને તે કુવાના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા જેથી મોરબીના કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

મોરબીમાં ભૂસ્તર વિભાગના વોટર રિસર્ચ વિભાગના અધિકારી વી.એમ.ગરવા તેઓના સ્ટાફ સાથે આવ્યા હતા અને વીરપરડા ગામે હાલક ડોલક થતાં કુવાની અંદર રહેલ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમજ કુવાની લંબાઈ તેમજ પહોળાઈ માપવામાં આવી હતી ખાસ કરીને આસપાસના વિસ્તારમાં આવેલા કુવાને પણ ચેક કરવામાં આવ્યા હતા જો કે, પ્રાણજીવનભાઈના કૂવાના પાણીમાં જે મુમેન્ટ જોવા મળે છે તેવી મુમેન્ટ બીજે જોવા મળતી નથી અને શુક્રવારે સવારથી પ્રાણજીવનભાઈના કુવામાં પણ પાણી હલનચલન કરતું બંધ થઈ ગયું હતું.

વધુમાં અધિકારી એવું કહ્યું હતું કે, વીરપરડા ગામથી પંદરેક કિલોમીટર દૂર નવલખી બંદર આવેલું છે અને ત્યાં દરિયાના અંદર આવતી ભરતી અને ઓટની અસરના લીધે આ કુવાની અંદર પણ પાણીમાં હલનચલન જોવા મળે છે. આ વાડીના માલિક પ્રાણજીવનભાઇ સાદરિયાએ કહ્યું હતું કે અધિકારી પવનના લીધે કૂવામાં પાણી હાલક ડોલક થાય છે તેવું કહે છે પરંતુ શુક્રવારે સવારથી 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે તેમ છતાં પણ કુવાનું પાણી શાંત છે જેથી કુવાનું પાણી ખરેખર કયા કારણોસર હલનચલન કરી રહ્યું છે તે ખરેખર તપાસનો વિષય છે




Latest News