મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં જુગારની ત્રણ રેડ, ૧૭ જુગારી પકડાયા


SHARE









મોરબીમાં જુગારની ત્રણ રેડ, ૧૭ જુગારી પકડાયા

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે વીસીપરા વિસ્તારમાં આવેલ આંબેડકર કોલોનીમાં રેડ કરી હતી.જ્યાં જુદી-જુદી ત્રણ જગ્યાએ રેડ કરવામાં આવતા જાહેરમાં જુગાર રમી રહેલા ૧૭ લોકો રોકડા રૂપિયા ૩૨,૪૫૦ સાથે પકડાયા હોય તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે વીસીપરામાં આવેલ આંબેડકર કોલોનીમાં રેડ કરવામાં આવતા ત્યાંથી જાહેરમાં જુગાર રમી રહેલ સાહિલ મહેબૂબભાઇ મોવર મિંયાણા (૨૬) રહે.કુલીનગર શેરી-૨ વીસીપરા, સુરેશ દેવજીભાઇ પરમાર (૫૫) રહે.રોહીદાસપરા વીસીપરા, જાવેદ ઈસુબભાઈ મોવર (૨૩) રહે.કુલીનગર શેરી નંબર-૧ વીસીપરા, હાસમ કાસમભાઇ શેખ સિપાઈ (૪૩) રહે.પંચાસર રોડ ચક્કી પાસેની શેરી મોરબી અને અનિલ જયંતીભાઈ સારેસા (૨૫) રહે.રોહીદાસપરા વીસીપરા વાળાઓ જુગાર રમતા મળી આવ્યા હોય રોકડા રૂપિયા ૧૦,૯૦૦ સાથે પાંચેયને પકડી તેવો વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધાયો હતો.જ્યારે બીજી રેડ પણ વીસીપરાની આંબેડકર કોલોની વિસ્તારમાં કરવામાં આવી હતી.જ્યાં જુગાર રમી રહેલ હુસેન રફીકભાઇ કુરેશી સિપાઈ (૨૮) રહે. સિપાઈવાસ ગઢની રાંગ પાસે મોરબી, સાજીદ ગુલાબભાઈ સુમરા સંધિ (૨૧) રહે.વનાળીયા ગામ તા.જી.મોરબી, સીરાઝ યુનુસભાઇ કુરેશી સિપાઈ (૩૯) રહે.જમાદાર શેરી નગર દરવાજા પાસે, નવાઝ અનવરભાઇ મોવર મિંયાણા (૨૬) રહે.જલજલા પાન પાસે સરકારી વાળી નજીક વીસીપરા, નઇમ મકસુદભાઇ ખોજાણી ઘાંચી (૨૯) રહે.શિવ સોસાયટી પાસે કાલિકા પ્લોટ મૂળ રહે.સુરેન્દ્રનગર અને મહંમદપરવેઝ આમદભાઈ ભટ્ટી સિપાઈ (૨૯) રહે.જન્નત સોસાયટી પંચાસર રોડ મોરબી વાળાઓ જુગાર રમતા મળી આવતા રોકડા રૂપિયા ૧૦,૨૦૦ સાથે તેઓને પકડીને તેઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

તેમજ ત્રીજી રેડ પણ આંબેડકર કોલોની વિસ્તારમાં જ કરવામાં આવી હતી.જ્યાં જાહેરમાં જુગાર રમી રહેલ ઇમરાન સતારભાઈ ભાગભરા મેમણ (૪૩) રહે.ખાટકીવાસ પાસે વાંકાનેર, કાસીમ યુનુસભાઇ મેમણ મુસ્લિમ (૩૧) રહે. ફૂલછાબ કોલોની વીસીપરા મોરબી, ઇમરાન ઇમ્તિયાઝભાઇ બ્લોચ મકરાણી (૨૧) રહે.મકરાણીવાસ મોરબી, અશ્વિન કરશનભાઇ સોલંકી (૩૫) રહે.મહેન્દ્ર પાન પાસે રોહીદાસપરા વીસીપરા, અશોક લોકચંદભાઇ ચંદાણી સિંધી (૪૦) રહે. કુલીનગર શેરી નંબર-૧ વીસીપરા અને ભરત માવજીભાઇ ચૌહાણ (૩૫) રહે.વિજયનગર મેઇન રોડ વીસીપરા મોરબી વાળાઓ જુગાર રમતા મળી આવતા રોકડા રૂપિયા ૧૧,૩૫૦ સાથે તેઓની અટકાયત કરી તેઓની સામે પણ જુગારધારા હેઠળ ગુનો નોંધી અટકાયતી કાર્યવાહી કરવામાં આવી હતી




Latest News