મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

સૌરાષ્ટ્ર યુનિ. કક્ષાએ યોજાયેલ ટેબલટેનિસ ટુર્નામેન્ટમાં મોરબીના બે ખેલાડીઓ બન્યા વિજેતા


SHARE









સૌરાષ્ટ્ર યુનિ. કક્ષાએ યોજાયેલ ટેબલટેનિસ ટુર્નામેન્ટમાં મોરબીના બે ખેલાડીઓ બન્યા વિજેતા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા દર વર્ષે ઈન્ટર કોલેજ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે વિરાણી સાયન્સ કોલેજ રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જામનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર જીલ્લાની વિવિધ કોલેજોના કોલેજ કક્ષાએ વિજેતા બનેલા કોલેજ દીઠ 4-4 વિધાર્થીઓએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં મોરબીની જી.જે. શેઠ કોમર્સ કોલેજના મિહિર કૈલાશગીરી ગોસાઈ પ્રથમ તથા GMERS મેડિકલ કોલેજના વિસ્મય રવીન્દ્રભાઈ ત્રિવેદી દ્વિતીય ક્રમે વિજેતા બનેલ છે જેથી તેઓને ટ્રોફી, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા. અને આગામી સમયમાં ઈન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ મોરબીના આ બંને વિદ્યાર્થી કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આ બંને યુવાનો મોરબી મહાપાલિકાની ઓપન મોરબી ટેબલટેનિસ ટુર્નામેન્ટ, ખેલ મહાકુંભ વગેરેમાં  વિજેતા બની ચૂક્યા છે. જેથી ટેબલ ટેનિસ ફ્રેન્ડસ ગૃપના સભ્યો સહિત તમામ લોકોએ તેઓને શુભેચ્છાઓ પાઠવી છે.




Latest News