મોરબી પીજીવીસીએલમાં માલસામાન-સ્ટાફ ન ઘટ, સમયસર કામ ન થવું સહિત 65 પ્રશ્નોનો મંત્રીની સમિક્ષા બેઠકમાં ઢગલો મોરબીમાં ક્લબ-35 મહિલા વેલનેસ ક્લબ દ્વારા ચાલ સખી જીવી લઈએ કાર્યક્રમ યોજાયો મોરબીના રામધન આશ્રમ ખાતે ઋષિ પાંચમ-રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે મોરબીમાં પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બે કિશોરીઓનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત આયુર્વેદ-હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન મોરબીમાં સગીરાનું અપહરણ - દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના ખાખરળા પાસે શેડમાંથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો મોરબીના બેલા ગામે અજાણ્યા યુવાનની લાશ મળી, જાણકારી હોય તો પોલીસને જણાવવા અપીલ
Breaking news
Morbi Today

ટંકારા નજીક કારખાનામાં કામ દરમ્યાન માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત


SHARE





ટંકારા નજીક કારખાનામાં કામ દરમ્યાન માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત

ટંકારાના લતીપર રોડ ઉપર આવેલ કારખાનામાં કામગીરી દરમિયાન યુવાનને માથાના ભાગે ગંભીઉ ઇજા થઈ હતી જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર દરમિયાન તેનુ મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભોળા ગામે ઉગમણા વાસમાં રહેતા રોહિતભાઈ ભરતજી ઠાકોર (40) નામનો યુવાન ટંકારા તાલુકાના લતીપુર રોડ ઉપર આવેલ શ્યામ કેટલ ફીટ કારખાનામાં કામગીરી કરી રહ્યો હતો દરમિયાન તેને માથામાં ઇજા થઈ હતી જેથી યુવાનને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના ખેવારીયા ગામે રહેતા વાહીદ સબીરહુસેનભાઈ ખોખર અને શાહિદ રફીકભાઈ ખોખર નામના બે વ્યક્તિ બાઈકમાં મોરબીથી પોતાના ઘર તરફ પાછા જઈ રહ્યા હતા ત્યારે વાવડી અને ઈશ્વરીયા મહાદેવ મંદિરની વચ્ચે તેઓના બાઈકની આડે ઢોર આવી જવાના કારણે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બંને વ્યક્તિને ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News