મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં


SHARE









મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં
હળવદ ખાતે રહેતા સલીમભાઈ દાઉદભાઈ ખલીફા (50) ને બાઈક સ્લીપ થતા ગાડીવાળાએ ટકકર મારતા ઈજા થતા સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા. જયારે હળવદના જુના ઈસનપુર ગામે રહેતા હર્ષિત લાખાભાઈ મકવાણા (28) ને ત્રણેક લોકોએ ઈટ્ટ તેમજ ઢીકાપાટુ વડે માર મારતા સારવારમાં મોરબી લવાયો હતો તેમજ ટંકારાના સજજનપર ગામે રહેતા ધીરુભાઈ ખોડાભાઈ જાદવ (36) નામનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થતા સારવાર માટે મોરબી લવાયો હતો.

દવા પી લેતા
માળીયા(મીં) ના બગસરા ગામે રહેતો રવિ રામભાઈ વાઘેલા નામનો 21 વર્ષનો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી જતા સારવારમાં અત્રેની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જયારે ફરીદાબેન અબ્દુલભાઈ સુમરા (41) રહે.જોડીયા સુરેન્દ્રનગર કોઈ કારણસર પરફયુમ કલીનર પી જતા સારવાર માટે અત્રેની આયુષમાં લાવવામાં આવ્યા હતા.તેમજ થાનગઢના આણંદપર ગામે રહેતા અલ્પાબેન કરશનભાઈ વાઘેલા (23) નામની યુવતી રાજકોટના યુનિવર્સિટી રોડ શિવશક્તિ કોલોની ખાતે ઝેરી દવા પી ગયેલ હોય તેને રાજકોટ બાદ અહીંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

યુવાન સારવારમાં
હળવદના ચિત્રોડી ગામે રહેતા ભાવસંગભાઈ કાળુભાઈ રાઠોડ નામના વ્યક્તિ બાઈક લઈને ચિત્રોડીથી ઘનશ્યામપુર ગામે વાડીએ જતા હતા ત્યારે દિધડીયા-ભલગામડાની વચ્ચે કોઈ કાર ચાલકે હડફેટે લેતા સારવાર માટે મોરબી લવાયા હતા. જયારે ધ્રાંગધ્રાના જીવા ગામે રહેતા આશિષ નરેશભાઈ ભીલ (17) નામના યુવાને વાડી વિસ્તારમાં ઝેરી દવા પી લીધી હોય તેને અત્રેની સિવિલે સારવાર માટે લવાયો હતો.તેમજ ટંકારાના સાવડી ગામે રહેતા અસ્મિતાબેન શૈલેષભાઈ મેડા (25) એ મહેશભાઈ ગોસરાની વાડીએ ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબી લવાયા હતા.જયારે વાંકાનેર હાઈવે ઉપર લાલપર-લીંબાળા ગામની વચ્ચે આવેલ અજંતા સપ્લાય ખાતે રહેતા પ્રકાશભાઈ બાલુભાઈ પરમાર (35) ને બપોરે 12 વાગ્યે ઘરે સાપ કરડી જતા સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો.

યુવાનનું મોત 

ટંકારાના લતીપર રોડ ઉપર આવેલા શ્યામ કેટલફીડ નામના કારખાનામાં કામ દરમ્યાન મશીનમાં માથાના ભાગે ઈજાગ્રસ્ત થયેલા રોહિત ભરતજી ઠાકોર (40) મુળ રહે.ઉગમણોવાસ દભોડા મેટાલુ જી. મહેસાણા હાલ રહે. ટંકારાને અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જો કે સારવાર કારગત નહીં નિવડતા સારવાર દરમ્યાન રોહીત ભરતજી ડાભી- ઠાકોર (40) મુળ મહેસાણા હાલ ટંકારાનું મોત નિપજયું હતું. જેથી ટંકારા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરેલ છે.




Latest News