મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકા અને હળવદના ટીકર ગામે જુગારની 4 રેડમાં 3 મહિલા સહિત કુલ 16 પકડાયા


SHARE









મોરબી શહેર-તાલુકા અને હળવદના ટીકર ગામે જુગારની 4 રેડમાં 3 મહિલા સહિત કુલ 16 પકડાયા

હળવદ તાલુકાના ટીકર ગામની સીમમાં, મોરબી નજીક આવેલ બ્રહ્મપુરી સોસાયટીમાં, મોજે મસ્તરામ હોટલની પાછળના તથા ઇન્દિરાનગરમાં જુગારની જુદીજુદી 4 રેડ કરી હતી જેમાં ત્રણ મહિલા સહિત કુલ મળીને 16 લોકો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓને પકડીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.

હળવદ તાલુકાના ટીકર ગામની સીમમાં વાડીના શેઢે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા રતિલાલ હરજીવનભાઈ સીણોજીયા (42) રહે. માનગઢ અને અનિલભાઈ રતિલાલ શેરસીયા (36) રહે. અજીતગઢ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 23,700 ની રોકડ કબજે કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ બ્રહ્મપુરી સોસાયટી શેરી નં. 2 માં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા મયુરભાઈ વસંતભાઈ ચાવડા (34), હાર્દિકભાઈ ભરતભાઈ દવે (32), કેતનભાઇ મનસુખભાઈ પંડ્યા (49), સોનલબેન અશ્વિનભાઈ ચાવડા (45), લાભબેન વસંતભાઈ ચાવડા (54) અને દક્ષાબેન ધર્મેન્દ્રભાઈ ચાઉ (35) રહે બધા બ્રહ્મપુરી સોસાયટી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 7,930 ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે 

મોરબીના હળવદ રોડ ઉપર આઈ.ટી.આઈ સામેના ભાગમાં મોજે મસ્તરામ હોટલની પાછળના ભાગે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી ભાવેશભાઈ ધનજીભાઈ સાવરીયા (32), અજયભાઈ રમેશભાઈ સલાટ (24), પ્રકાશભાઈ ખેંગારભાઈ ડાભી (32) અને રમણીકભાઈ સાવરીયા (31) વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 11,300 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી 

મોરબીના ઇન્દિરાનગરમાં મેલડી માતાજીના ચોક પાસે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી સુંદરજીભાઈ ગજુભાઈ સાતોલા (31), પ્રતાપભાઈ નથુભાઈ સાલાણી (22), સુખાભાઈ અમરશીભાઈ દેથરીયા (32) અને સમીર નજીરમહમદ સંધવાણી (20) રહે ઇન્દિરાનગર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 11,400 એ રોકડ સાથે તેની ધરપકડ કરી હતી.




Latest News