મોરબી શહેર-તાલુકા અને હળવદના ટીકર ગામે જુગારની 4 રેડમાં 3 મહિલા સહિત કુલ 16 પકડાયા
મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાનનો આપઘાત: સર્વોદય હોટલના ગ્રાઉન્ડમાં ઊભેલા ટ્રકની કેબિનમાંથી યુવાન મૃત હાલતમાં મળ્યો
SHARE
મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાનનો આપઘાત: સર્વોદય હોટલના ગ્રાઉન્ડમાં ઊભેલા ટ્રકની કેબિનમાંથી યુવાન મૃત હાલતમાં મળ્યો
મોરબીના રાજપર ગામની સીમમાં આવેલ કારખાના લેબર કવાર્ટરમાં રહેતા યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા જ્યારે માળિયા હાઇવે રોડ ઉપર આવેલ સર્વોદય હોટલના ગ્રાઉન્ડમાં ઊભેલા ટ્રકની કેબીનમાંથી યુવાન મૃત્યુ પામેલ હાલતમાં મળી આવતા તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બંને બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે
મોરબી તાલુકાના રાજપર ગામ ની સીમમાં નસીતપર રોડ ઉપર રહેતા સંજયભાઈ સંતોષભાઈ વર્મા (19)એ રાજપર ગામ પાસે આવેલ આરવ પોલીપેકના લેબર ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે હરેશભાઈ વાઘડિયા લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ ચાલી રહી છે
જમ્મુ કાશ્મીરના વોર્ડ નંબર 14 શ્વાન ચોક ગુરુદ્વારા નજીક કટરા ખાતે રહેતા ગગનસિંગ ભજનસિંગ (33) નામનો યુવાન ટ્રાન્સપોર્ટમાં ગાડી નંબર આરજે 20 જીસી 2351 ચલાવતો હતો અને કોઈ કારણોસર મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ સર્વોદય હોટલના ગ્રાઉન્ડમાં ટ્રકની કેબીનમાં મૃત્યુ પામેલ હાલતમાં મળી આવ્યો હોય તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની પાટીદાર ટાઉનશીપ ખાતે રહેતા ટ્રાન્સપોર્ટર નિતીનકુમાર ગોપાલજી કુમાવત (24)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે