મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત


SHARE









મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત

મોરબીના નારણકા ગામે વાડાની ઓરડીમાં રહેતા યુવાનની પત્નીને યુવાન કોઈ છોકરી સાથે ફોન ઉપર વાત કરે છે તેવી શંકા અને વહેમ હતો જેથી તેણે યુવાનના હાથમાંથી મોબાઇલ ફોન લઈને તોડી નાખ્યો હતો ત્યારબાદ પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી અને તે બાબતે લાગી આવતા મહિલાએ પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે મહિલાનું મોત નીપજયું હતું આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે

મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના નારણકા ગામે જીતેન્દ્રભાઈ મેરજાના વાડાની ઓરડીમાં રહેતા કૈલાસબેન દેવેન્દ્રભાઈ પસાયા નામના મહિલા વાળાને ઓરડીમાં હતા અને તેના પતિ ફોનમાં વાત કરતા હતા દરમિયાન કૈલાશબેનના પતિ કોઈ છોકરી સાથે ફોનમાં વાત કરતા હશે તેવી શંકા અને વહેમ રાખીને કૈલાશબેને તેના પતિ પાસેથી ફોન આંચકી લઈને ફોનને તોડી નાખેલ હતો અને તે બાબતે કૈલાસબેનને તેના પતિ સાથે બોલાચાલી થયેલ હતી જેનું તેઓને લાગી આવતા મહિલાએ પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની અમિતભાઈ બોખાણી રહે. નારણકા વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 




Latest News