મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત મોરબી આરટીઓ ઓફિસે લાયસન્સની ટ્રાય આપીને પરત જતાં યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત: બે વ્યક્તિને ઇજા
Breaking news
Morbi Today

મોરબી આરટીઓ ઓફિસે લાયસન્સની ટ્રાય આપીને પરત જતાં યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત: બે વ્યક્તિને ઇજા


SHARE







મોરબી આરટીઓ ઓફિસે લાયસન્સની ટ્રાય આપીને પરત જતાં યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત: બે વ્યક્તિને ઇજા

વાંકાનેરના પીપળીયા રાજ ગામે રહેતો યુવાન મોરબી આરટીઓ ઓફિસ ખાતે લાઇસન્સ માટે ટ્રાય આપવા આવ્યો હતો અને અહીંથી રિક્ષામાં પરત પીપળીયા રાજ ગામ તરફ જતા હતા ત્યારે વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ આઈજીબા કારખાના સામે કોઈ કારણોસર રિક્ષાના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા રોડ સાઈડમાં પલટી મારી ગઈ હતી અને અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ગંભીર ઇજા થવાથી તેનું મોત નિપજ્યું હતું જ્યારે તેના કાકાના દીકરા તથા રીક્ષા ચાલકને ઈજાઓ થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે રહેતા યાકુબભાઈ અલાઉદીનભાઈ ભોરણીયા (46)એ હાલમાં સીએનજી રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 3093 ના ચાલક મકસુદભાઈ ફકરુદ્દીનભાઈ કડીવાર રહે. પીપળીયા રાજ વાંકાનેર વાળાની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ આઈબીઝા કારખાના પાસેથી આરોપી મકસુદભાઈ તેની રીક્ષા લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેની રિક્ષામાં ફરિયાદીના કૌટુંબિક ભાઈ અક્રમરજાભાઈ અબ્દુલભાઈ ભોરણીયા (32) તથા સાકીરભાઇ નજીરહુસૈન ભોરણીયા (28) બંને બેઠેલા હતા અને રીક્ષાના ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દેતા રિક્ષા રોડની નીચે ઉતરી ગઈ હતી અને પલટી મારી ગઈ હતી જે બનાવમાં અક્રમરજાને ગંભીર જા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું જ્યારે સાકીરભાઇ અને આરોપી રિક્ષા ચાલકને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા આ બનાવ સંદર્ભે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે વધુમાં ફરિયાદી પાસેથી મળતી વખતે પ્રમાણે મૃતક અક્રમરજાભાઈ ભોરણીયાને મોરબી આરટીઓ ઓફિસ ખાતે લાયસન્સ માટે ટ્રાય આપવાની હતી જેથી તેઓ આવ્યા હતા અને ત્યાં ટ્રાય આપીને રિક્ષામાં તેઓના કાકાના દીકરા સાથે પાછા આરટીઓ ઓફિસથી ઘર બાજુ જતાં હતા ત્યારે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં તેઓનું મોત નીપજયું છે.






Latest News