મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ


SHARE









મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ

શ્રાવણ માસની હરિયાળી અને તીજના પાવન પર્વની ઉજવણીને યાદગાર બનાવવા માટે મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તા.૧૬ ઓગસ્ટ રવિવારના રોજ ભવ્ય તીજ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.મુસ્કાન પરિવાર દ્વારા આયોજિત આ તીજ ઉત્સવમાં મોરબી શહેરની મહિલાઓને મોટી સંખ્યામાં જોડાઈને ઉત્સવની ખુશીઓ માણવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

મોરબી શહેરના જલારામ મંદિર (એ.સી. હોલ), અયોધ્યાપુરી રોડ ખાતે બપોરે ૩:૩૦ કલાકે: યોજાનર કાર્યક્રમમાં જોડાવા માટે રૂ.૪૦૦ રજીસ્ટ્રેશન ફી રાખવામા આવેલ છે.૮ વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે પણ સંપૂર્ણ ફી લાગુ પડશે.તીજ ઉત્સવ દરમિયાન મનમોહક ડાન્સ પરફોર્મન્સ, સુંદર સેલ્ફી પોઈન્ટ, મજેદાર ગેમ્સ, હાઉઝી, ડ્રિંક્સ, સ્વાદિષ્ટ નાસ્તો, ડિનર તેમજ અનેક સરપ્રાઈઝનું આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રસંગે ડ્રેસ થીમમાં પરંપરાગત પરિધાન સાડી,લહેંગા-ચોળી રાખવામાં આવી છે, જેથી તીજના પરંપરાગત રંગ અને સંસ્કૃતિને સુંદર રીતે ઉજવી શકાય.તીજ ઉત્સવમાં ફ્રેશ ફ્લાવર ઓર્નામેન્ટ્સ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા તમામ મહિલાઓ માટે ખુલ્લી છે.પરંપરાગત વસ્ત્રો સાથે તાજા ફૂલોથી બનેલા સુંદર આભૂષણો ધારણ કરીને મહિલાઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ સાંજે ૪:૧૫ વાગ્યા પહેલાં સ્થળ પર હાજર રહેવું ફરજિયાત છે. ૪:૧૫ વાગ્યા બાદ આવનાર સ્પર્ધકો સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં.મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા મોરબીની તમામ મહિલાઓને આ સુંદર તહેવારમાં સહભાગી બનીને તીજના રંગ, પરંપરા, સંગીત, મસ્તી અને બહેનો સાથેના આનંદભર્યા પળોને યાદગાર બનાવવા આમંત્રણ આપવામાં આવે છે.રજિસ્ટ્રેશન કરાવું ફરજિયાત છે.રજીસ્ટ્રેશન માટે રંજના સારડા – 9726599930, નિશી બંસલ – 9427543656, મુસ્કાન ગ્રુપ – 9016976954, કોમલ આચાર્ય – 9428260214 અને પેમેંટ માટે જી-પે 8849243004 ઉપર સંપર્ક કરવાનો રહશે.આ કાર્યક્રમ મોરબીના સૌ બહેનો માટે ઓપન છે.




Latest News