મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ


SHARE









મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ

મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી પરણીતા તેના દીકરા અને દીકરીને લઈને ગુમ થઈ ગયેલ છે જેથી યુવાન પોતાની પત્ની અને સંતાનોને શોધતો હતો પરંતુ તેનો કોઈ જગ્યાએથી પતો ન લાગતા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ છે જેના આધારે પોલીસે ગુમ થયેલ મહિલા અને બાળકોને શોધવા માટે તજવીજ શરૂ કરી છે.

મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલમાં અદેપર ગામ પાસે આવેલ રાજલ પેપર મીલમાં સિક્યુરિટીમેન તરીકે નોકરી કરતા અને ત્યાં રહેતા રાહુલ માનસિંગ નાયક (26) નામના યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેની પત્ની નીતાબેન રાહુલ નાયક (22) અને દીકરો રિષભ (6) તથા દીકરી ગુનગુન (2) ગુમ થયા હોવા અંગેની ગુમસુધા ફરિયાદ આપેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીની ત્રાજપર ચોકડી પાસે આવેલ પેટ્રોલ પંપ નજીકથી ગત તા. 21/7 ના બપોરના અઢી વાગ્યાના અરસામાં તેની પત્ની નીતાબેન તેના દીકરા રિષભ અને દીકરી ગુનગુનને લઈને ક્યાંક જતી રહેલ છે અને તેને શોધવા છતાં પણ કોઈ જગ્યાએથી પતો લાગેલ નથી જેથી કરીને હાલમાં આ બનાવ સંદર્ભે પોલીસે ગુમસુધા ફરિયાદ લઈને મહિલા અને બાળકોને શોધવા માટે તપાસ શરૂ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવા પી ગયો

મોરબીના કાનપુર ગામે રહેતા રાજુ મેડાનો 10 માસનો દીકરો શિવાંશ ગઈકાલે સાંજે ભૂલથી ઝેરી દવા પી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

યુવાન સારવારમાં

મોરબીમાં માળિયા ફાટકના પુલ નીચેના ભાગમાં નસીમ ઉર્ફે સોયલખાન રજાકખાન પઠાણ (29) નામના યુવાનને હાથમાં ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

 ફિનાઇલ પી લીધી

મોરબીમાં માળિયા ફાટક પાસે ભારતનગરમાં રહેતા રૂક્ષાનાબેન ઓસમાણભાઈ મોવર (17) કોઈ કારણસર ફિનાઇલ પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.




Latest News