મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત


SHARE









મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત

મોરબીના ગોરખીજડિયા ગામની સીમમાં આવેલ કારખાનામાં કામગીરી કરતા સમયે મશીન ઉપરથી આધેડ પડી ગયા હતા માટે તેને ગંભીર ઇજા થઈ હતી જેથી આધેડને સારવારમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામની સીમમાં આવેલ પેપર મીલના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા રાજારામ સુમેરા વર્મા (50) નામના આધેડ કારખાનામાં નાઈટ શિફ્ટમાં મશીન ઉપર કામગીરી કરી રહ્યા હતા ત્યારે ચરખા ઉપરથી પડી જવાના કારણે તેઓને શરીર3એ ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ ઓમ હોસ્પિટલ અને ત્યારબાદ તેને શ્રીજી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવા પી લેતા સારવારમાં
મૂળ ઓડિશાના રહેવાસી અને હાલમાં મોરબીના જૂના ઘુટુ રોડ ઉપર આવેલ સીમ્પોલો સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો મનોરમાદાસ ગોપાલદાસ અધિકારી (32) નામનો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે યુવાનના લગ્નને 15 વર્ષ થયા છે અને તેને કયા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશા ચાલી રહી છે.

સાપ કરડી ગયો
માળીયાના મોટીબડાર ગામે રહેતા રમેશભાઈ હટીલાના નવ વર્ષના બાળક ભોલુ હટીલાને વાડીએ સાપ કરડી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

વાંકાનેરના માટેલ રોડ ઉપર ટીટા ચોકડી પાસે રહેતા સંજયભાઈ લવિંગભાઈ (25) નામના યુવાનને જાંબુડીયા ગામના પાટીયા પાસે બાઈક હડફેટે અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

સાપ કરડી ગયો

ટંકારાના વીરવાવ ગામે શક્તિનગરમાં રહેતા વજુભાઈ માનાભાઈ (25) નામના યુવાનને સાપ કરડી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News