મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત


SHARE









મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત

મોરબીના ઘુટુ ગામની સીમમાં આવેલ સિરામિક કારખાનામાં યુવાન બોઇલર પાસે કામ કરી રહ્યો હતો ત્યારે પગ લપસી જવાના કારણે બોઇલરના ગરમ પાણીમાં યુવાન પડી ગયો હતો જેથી તે દાઝી ગયો હોવાથી યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી મૃતક યુવાનના પરિવારજન દ્વારા આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ મધ્યપ્રદેશમાં રહેવાસી અને હાલમાં મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કજારીયા સિરામિક કારખાનામાં લેબર ક્વાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો ઉમેશભાઈ મુન્નાભાઈ રાવત (36) નામનો યુવાન ગત તા. 31/7 ના રોજ રાત્રિના દસેક વાગ્યાના અરસામાં કજારીયા સીરામીક કારખાનામાં કામ કરી રહ્યો હતો ત્યારે બોઇલર પાસે પગ લપવી જવાના કારણે ગરમ પાણીમાં પડી જવાથી આ યુવાન શરીરે ગંભીર રીતે દાઝી ગયો હતો જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતકના પિતા મુન્નાભાઈ છોટેલાલ રાવત રહે. બડોખર મધ્યપ્રદેશ વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે 




Latest News