મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત


SHARE









મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત

મોરબીના લાલપર ગામ નજીક આવેલ સિરામિક કારખાનામાં રાત્રિના સમયે મહિલા કામ કરી રહી હતી ત્યારે કોઈ કારણોસર મશીનના બેલ્ટમાં મહિલા આવી ગઈ હતી જેથી મહિલાને ગંભીર ઇજા થઈ હોવાથી તે મહિલાનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું ત્યારબાદ તે મહિલાના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી નજીક શક્તિ ચેમ્બરની પાછળના ભાગમાં આવેલ સનસીટી સિરામિક કારખાનામાં રહેતા ચંદાબેન ભુરાભાઈ પાન (30) નામના મહિલા ગઈકાલે રાત્રિના ત્રણેક વાગ્યાના અરસામાં મશીન ઉપર કામ કરી રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર મશીનના બેલ્ટમાં તે આવી ગયા હતા જેથી તેઓને ગંભીર ઇજા થઈ હતી અને સારવાર મળે તે પહેલા જ સ્થળ ઉપર તેઓની મોત નીપજયું હતું ત્યાર બાદ મૃત્યુ પામેલ મહિલાને દિલીપભાઈ પરમાર નામના વ્યક્તિ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે .




Latest News