મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી


SHARE









હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી

મોરબી જિલ્લામાં ખેડૂતો આધુનિક બાગાયતી ખેતી તરફ વળે, કૃષિ ક્ષેત્રે નવીન ટેકનોલોજીનો વ્યાપ વધે અને ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થાય તેવા ઉદ્દેશ્ય સાથે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા હળવદ તાલુકાની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. તેમણે હળવદના શિરોઈ ગામ ખાતે પ્રગતિશીલ ખેડૂતના દાડમ ફાર્મની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન તેમણે બાગાયત વિભાગની પેક હાઉસ સહાય યોજના સહિતની વિવિધ યોજનાઓની વિગતો મેળવી હતી તેમજ ખેડૂત સાથે સીધો સંવાદ સાધીને ઉત્પાદન, પાકની ગુણવત્તા, માર્કેટિંગ અને સરકારી યોજનાઓના પ્રતિસાદ અંગે જાણકારી મેળવી હતી. ત્યારબાદ કલેક્ટરે હળવદ ખાતે ટિસ્યુકલ્ચર લેબની મુલાકાત લઈને ટિસ્યુકલ્ચર પદ્ધતિ દ્વારા કેળા અને દાડમના ગુણવત્તાસભર રોપાઓના રોપણી-ઉત્પાદનની ટેકનિકલ પ્રક્રિયા ઝીણવટપૂર્વક નિહાળી હતી. આ તકે તેમણે ટિસ્યુકલ્ચર ક્ષેત્રને પ્રોત્સાહન આપતી વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે પણ ચર્ચા કરી હતી. આ મુલાકાત વેળાએ નાયબ બાગાયત નિયામક વી.એચ. નકુમ, હળવદ બાગાયત અધિકારી બી.એચ. કોઠારીયા અને મોરબી બાગાયત નિરીક્ષક એમ.ડી. ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.




Latest News