મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ડીડીઓની હાજરીમાં તિરંગા યાત્રા યોજાઈ


SHARE









મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ડીડીઓની હાજરીમાં તિરંગા યાત્રા યોજાઈ

આગામી 15 મી ઓગસ્ટને ધ્યાનમાં રાખીને ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજે મોરબી જિલ્લા પંચાયતના પટાંગણમાંથી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ડીડીઓની હાજરીમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પંચાયતના ચેરમેનો, ચૂંટાયેલા તમામ સભ્યો તથા જિલ્લા પંચાયતના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા અને મુખ્ય માર્ગ ઉપર થી તિરંગા યાત્રા પસાર થઈ ત્યારે ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી માર્ગ ગુંજી ઉઠ્યો હતો

રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે છેલ્લા વર્ષોથી તિરંગા યાત્રાનું સમગ્ર ગુજરાત અને દેશમાં આયોજન કરવામાં આવતું હોય છે તેવી જ રીતે આજે આગામી 15 મી ઓગસ્ટને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ગીતાબેન દુબરીયા તથા ડીડીઓ વિદ્યાસાગરની આગેવાની હેઠળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિપુલભાઈ ગરચર, મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ મનીષભાઈ કાંજિયા સહિતના વિવિધ કમિટીઓમાં ચેરમેન તથા ચૂંટાયેલા સભ્યો તેમજ મોરબી જિલ્લા પંચાયતની વિવિધ શાખાઓના અધ્યક્ષ તથા કર્મચારીઓ જોડાયા હતા અને જિલ્લા પંચાયત કચેરીથી પ્રસ્થાન કરીને શોભેશ્વર રોડ ઉપર તિરંગા યાત્રા નીકળી હતી અને જિલ્લા પંચાયત કચેરી ખાતે આ તિરંગા યાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી અને તિરંગા યાત્રા નીકળી હતી ત્યારે ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી મુખ્ય માર્ગ ગુંજી ઉઠ્યો હતો




Latest News