મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન
Breaking news
Morbi Today

મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું


SHARE









મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું

ક્યાં ખોવાઈ ગયા એ નિશાળના દિવસો, વર્ગખંડની ધમાલ, હોસ્ટેલમાં સાથે રહી ને કરેલ મસ્તી, હોસ્ટેલમાં નાસ્તો વહેંચીને ખાવાની એ મજા ? આ સવાલો સાથે મોરબીમાં ૧૯૯૪ માં ધો. ૧૦ પાસ કરીને જુદી જુદી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે વ્યસ્ત થઈ ગયેલા મિત્રો ૩૨ વર્ષ પછી મળ્યા હતા અને જૂના દિવસોને યાદ કરીને ખૂબ મસ્તી કરી હતી.

મોરબી શ્રી મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું આ મિલન અવિસ્મરણીય ઈતિહાસ બની ગયું હતું. વખ્ત બદલાયો, ચહેરા બદલાયા, પણ સંબંધો એવા ને એવા! આજે સૌ કોઈ પોતપોતાના ક્ષેત્રમાં દૈનિક વ્યસ્તતા વચ્ચે જીવી રહ્યું છે. કોઈ વેપારી છે, કોઈ શિક્ષક, કોઈ ઉદ્યોગપતિ તો કોઈ સરકારી સેવામાં વ્યસ્ત છે આટલા વર્ષોમાં કોઈએ ધન વધાર્યું તો કોઈએ વજન પરંતુ જ્યારે બધા ભેગા મળ્યા ત્યારે એવું લાગ્યું હતું કે જાણે અત્યારે જ શાળાનો બેલ વાગ્યો હોય અને બધા ભેગા થયા છે. આ મિત્રો સાથેનું માત્ર સ્નેહ ભોજન સંમેલન ન હતું પરંતુ જૂની યાદોનો પટારો ખોલવાનો અવસર હતો. બાળપણના કરેલા તોફાન, સફળ થવાની કે આગળ નીકળી જવાની હોડ વગર ભણતરનો ઉઠાવેલ આનંદ, ને વળી પરીક્ષાના સમયે થોડા ડરથી સાથે મળીને કરેલી મઝાની મહેનત, શિક્ષકોની ડાંટ (માત્ર ડાંટ નહીં જરૂર પડ્યે સારી પેઠે ઠમઠોરતાં પણ), ક્લાસરૂમમાં કરેલ મસ્તી, શિક્ષકોની ખાસિયતો ને ખાસ લહેકાની વાતોએ મહેફિલમાં નવો પ્રાણ ફૂંકી દીધો હતો અને વર્ષ ૧૯૯૪ ની બેચના વિદ્યાર્થીઓએ સાબિત કરી દીધું કે જીવનની સૌથી મોટી મૂડી બેંક બેલેન્સ નથી. પણ મુસીબતમાં કામ આવે અને જરૂરના સમયમાં સાથ આપે તેવા સાચા મિત્રો છે.




Latest News