મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી


SHARE









મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી

મોરબીમાં આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ હેઠળ કાર્યરત શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણી (PT) નો આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત PhysioTimes દ્વારા જાહેર કરવામાં આવેલા “100 International Physiotherapy Icons”માં સમાવેશ કરવામાં આવ્યો છે. અને ખાસ કરીને ફિઝિયોથેરાપી ક્ષેત્રે શિક્ષણ, સંશોધન, ક્લિનિકલ પ્રેક્ટિસ, નેતૃત્વ અને નવીનતા માટે આપવામાં આવતું આ સન્માન ડૉ. રાહુલ છતલાણીની વ્યાવસાયિક યાત્રામાં મહત્વપૂર્ણ સિદ્ધિ છે.

છેલ્લા સાત વર્ષથી વધુ સમયથી ડૉ. રાહુલ છતલાણી ફિઝિયોથેરાપી શિક્ષણ, સંશોધન અને ક્લિનિકલ ક્ષેત્રે કાર્યરત છે. તેમના 30થી વધુ સંશોધન લેખો પ્રતિષ્ઠિત તથા SCOPUS અને Web of Science ઇન્ડેક્સ્ડ જર્નલ્સમાં પ્રકાશિત થયા છે. તેઓ ફિઝિયોથેરાપી શિક્ષણમાં ગુણવત્તા, સંશોધન અને પુરાવા આધારિત પ્રેક્ટિસને પ્રોત્સાહન આપવા માટે સતત કાર્યરત છે. આ આંતરરાષ્ટ્રીય સન્માન માત્ર ડૉ. રાહુલ છતલાણીની વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ અને સમગ્ર મોરબી માટે પણ ગૌરવની ક્ષણ છે. આ સિદ્ધિ મોરબીના ફિઝિયોથેરાપી શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ અપાવવામાં મહત્વપૂર્ણ બની છે. ત્યારે આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા ડૉ. રાહુલ છતલાણીને ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ શુભકામનાઓ આપવામાં આવેલ છે.




Latest News