મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન


SHARE









મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન

ગુજરાત રાજય સંસ્કૃત બોર્ડ દ્વારા આયોજિત “સંસ્કૃતકક્ષ” નું મોરબીની સાર્થક વિદ્યામંદીર શાળામાં ભવ્ય ઉદ્ભઘાટન આગામી તા 16 ને રવિવારે કરવામાં આવશે. ખાસ કરીને સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિના સંવર્ધન માટે આ સંસ્કૃતકક્ષ કાર્યરત કરવામાં આવશે.

મોરબીની સાર્થક વિદ્યામંદીર શાળામાં આગામી રવિવારે સવારે 8 થી 11 દરમ્યાન સંસ્કૃત સાંસ્કૃતિક કાર્યક્રમ સભા ખંડમાં યોજાશે આ તકે ભારતનો ભવ્ય વારસો  સંસ્કૃત, કૌટિલ્ય અર્થશાસ્ત્ર, ભરતમુનિ નાટ્યશાસ્ત્ર, વિજ્ઞાનની વિરાસત સંસ્કૃત, સંસ્કૃત ક્રિડાઓ (રમતો), કથા (વાર્તા), વ્યવહારમાં વપરાતા સંસ્કૃત શબ્દો ચિત્ર દ્વારા, સુભાષિત- શ્લોક- ગીતા કંઠસ્થિકરણ, Live સંસ્કૃત (સરળ પાઠ્ય બિંદુઓ દ્વારા), કંઠસ્થીકરણ પ્રકલ્પ, અવિસ્મરણીય અદ્દભુત પ્રદર્શની (વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થશે) યોજાશે. અને ત્યાર બાદ 11 વાગ્યે સંસ્કૃતકક્ષનું ઉદ્ઘાટન કરવામાં આવશે ત્યાર બાદ સાંજના 5 વાગ્યા સુધી સંસ્કૃતકક્ષની મુલાકાત લઈ શકશે.




Latest News