મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ


SHARE









મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ

કચ્છ બાજુથી ઇકો ગાડીમાં અબોલજીવને ભરીને મોરબી બાજુ કતલખાને લઈ આવે છે તેવી ચોક્કસ હકીકત મોરબીના ગૌરક્ષકોને મળી હતી જેના આધારે માળિયા હાઇવે રોડ ઉપર વોચ રાખવામાં આવી હતી ત્યારે રવિરાજ ચોકડી પાસેથી પસાર થઈ રહેલ ઇકો ગાડીને રોકીને પોલીસની હાજરીમાં ચેક કરવામાં આવતા તે ગાડીમાંથી 15 ઘેટા ક્રૂરતાપૂર્વક લઈ જતા હોવાનું સામે આવ્યું હતું જેથી અબોલજીવને બચાવવામાં આવ્યા હતા તથા કાર સાથે બે શખ્સોને પકડવામાં આવ્યા છે અને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ગુનો નોંધાતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના રંગપર ગામ પાસે આવેલ વાટેરો સેનેટરી વેર્સના લેબર કવાર્ટરમાં રહેતા ખુશાલભાઈ સુરેશભાઈ વડાલીયા (32)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઇમરાનશા સુલતાનશા શેખ, શબ્બીરહુસેન ઉંમરશા શેખ અને પુંજાભાઈ હાજાભાઇ રબારી રહે. ત્રણેય શિકારપુર તાલુકો ભચાઉ અને ગુલામહુસેન પૂર્વે અભરામભાઈ ઇસ્માઈલભાઈ કાથરોટીયા રહે. ખાટકીવાસ મોરબી વાળા સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, કચ્છ બાજુથી અબોલજીવને વાહનમાં ભરીને મોરબી તરફ કતલખાને લઈને આવે છે તેવી ચોક્કસ હકીકત ગૌરક્ષકોને મળી હતી જેના આધારે ગૌરક્ષકો દ્વારા મોરબી માળિયા નેશનલ હાઈવે ઉપર વોચ રાખવામાં આવી હતી ત્યારે રવિરાજ ચોકડી પાસેથી પસાર થઈ રહેલો ગાડી નંબર જીજે 39 સીબી 4056 ને પોલીસની હાજરીમાં ગૌરક્ષકો દ્વારા રોકવામાં આવી હતી અને તે ગાડીને ચેક કરવામાં આવતા તેમાં 15 ઘેટાને કુરતાપૂર્વક લઈ જવામાં આવી રહ્યા હતા જેથી ગાડી સાથે આરોપી ઇમરાનશા અને સબીરહુસેન મળી આવ્યા હતા જેને પકડવામાં આવેલ છે અને ગાડીમાં પુંજાભાઈ રબારીએ ઘેટા ભરી આપેલ હતા તથા આરોપી ગુલામહુસેન ઉર્ફે અભરામભાઈ કાથરોટીયાને ઘેટાં મોરબી પહોંચાડવાના હતા તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું જેથી હાલમાં ચાર શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને બે શખ્સને પકડવામાં આવ્યા છે અને બાકીના બે શખ્સોને પકડવા માટેની પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી છે

વધુમાં ગૌરક્ષકોએ જણાવ્યુ હતું કે, અબોલજીવને કતલ કરવા માટે મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાં લઈને આવે છે અને મોરબી મહાપાલિકા દ્વારા ગેરકાયદે ચાલતા કતલખાના સામે આંખ  આડા કાન કરવામાં આવે છે એટલા જ માટે ગેરકાયદે ધમધમતા કતલખાનાઓમા અબોલજીવની મોરબીમાં કતલ કરવામાં આવે છે. ખાસ કરીને મોરબી ખાટકીવાસમા અબોલ જીવની કતલ કરવામાં આવે છે શું મહાપાલિકાના અધિકારીના ધ્યાને આ આવતું નથી ? અને જો તેઓના ધ્યાનમાં હોય તો ગેરકાકયદે કતલખાનાને કેમ બંધ કરાવવામાં આવતા નથી તે સવાલ ગૌરક્ષકો દ્વારા કરવામાં આવેલ છે. અને મોરબીમાં હિન્દુ સમાજ પણ એવું ઈચ્છે છે કે, ગેરકાયદેસર ચાલતા કતલખાના બંધ કરવામાં આવે જો કે, તે કયારે બંધ કરવામાં આવશે તે તો સમય જ બતાવશે.




Latest News