મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો


SHARE









મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો

ટંકારાના સજનપર ગામે રહેતા યુવાનની ભત્રીજીને અગાઉ ભગાવી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાન મોરબીની રાજપર ચોકડી પાસે ઉભો હતો ત્યારે ત્યાં જઈને યુવાનને ગાળો આપી હતી અને અને ત્યારબાદ તેને ઢીકાપાટુનો અને લોખંડના પાઇપ પડે પગમાં અને વાસના ભાગે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ઈજા પામેલ યુવાને સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા લાખાભાઈ વજાભાઈ કલોતરા (39)એ મોરબી એ ડી વિઝન પોલીસ સ્ટેશન ખાતે મેરૂભાઈ જીવણભાઈ ખાંભલા તથા તેના દીકરા અજય મેરૂભાઈ ખાંભલા રહે. બંને સનાળા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓ મોરબીની રાજપર ચોકડી પાસે ઊભેલ હતા ત્યારે મેરૂભાઈ ખાંભલા ત્યાં આવ્યા હતા અને અગાઉ ફરિયાદીની ભત્રીજીને અજય ખાંભલા ભગાડી ગયેલ હતો જેને તેઓનો પરિવાર પછી લઈ આવેલ હતો અને ત્યાર બાદ તેઓની ભત્રીજીના બીજી જગ્યાએ લગ્ન પણ કરાવી દેવામાં આવ્યા છે આ ઘટનાના બે વર્ષ બાદ તે બાબતનો ખાર રાખીને ફરિયાદીને રાજપર ચોકડી પાસે ગાળો આપવામાં આવી હતી ને ઢીકાપાટુનો માર માર્યો હતો ત્યારે અજય ખાંભલાએ ફરિયાદી સાથે ઝપાઝપી કરીને ઢીકાપાટુનો મારમારીને ગાળો આપી હતી તેમજ લોખંડના પાઇપ વડે ડાબા પગમાં તથા વાસાના ભાગે માર મારી જાનથી નાખવાની ધમકી આપી હતી જેથી હાલમાં ભોગ બનેલ યુવાન દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News