મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા
Breaking news
Morbi Today

મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત


SHARE









મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત

મોરબીના લાલપર ગામના સ્મશાન પાસે બડા દોસ્ત વાહનના ચાલકે એક્ટિવાને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ યુવતીને સારવાર ખસેડવામાં આવી હતી ત્યાર બાદ વાહન ચાલક સામે ગુનો નોંધાયો છે. જયારે સજનપર ગામથી ઘુનડા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવતા વળાંક પાસે કાર ચાલકે બસમાં બાઇકને અથડાવી હતી જેથી બસમાં બેઠેલા બે વ્યક્તિને ઇજા થઈ હતી અને બાદમાં નુકશાન થયું હતું જે અંગેની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાયેલ છે.

મોરબીના જુની પીપળી ગામે રામજી મંદિર પાસે રહેતા નિધીબેન રમેશભાઈ જોશી (20) હાલમાં બડા દોસ્ત વાહન નંબર જીજે 36 એક્સ 0339 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના લાલપર ગામના સ્મશાન પાસેથી તેઓ પોતાનું એકટીવા નંબર જીજે 3 એનજી 9190 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે બડા દોસ્ત વાહનના ચાલકે ફરિયાદીના એક્ટિવાને  હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદીને શરીરે ઇજાઓ થઈ હોવાથી ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના મહેન્દ્રપરા રોડ ઉપર આસ્વાદ પાનની બાજુમાં રામદેવપીરના મંદિરની સામેના ભાગમાં રહેતા ઇમરાનભાઈ અબ્દુલભાઈ પરમાર (40)એ હાલમાં આઈ-20 કાર નંબર જીજે 36 એફ 6213 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે સજનપર ગામથી ઘુનડા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવતા વળાંક પાસેથી ફરિયાદી બસ નંબર જીજે 36 ટી 0157 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે બેદરકારીથી પોતાનું વાહન ચલાવીને બસની સાઈડમાં કાર અથડાવી હતી જે બનાવમાં બસમાં નુકસાન થયું હતું અને ફરિયાદીને તથા તેની બાજુની સીટમાં બેઠેલા વ્યક્તિને શરીરે ઇજાઓ થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે બસના ડ્રાઇવરે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News